Bhavnagar News:નવરાત્રીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે યુવાધનમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે. યુવતીઓ અને યુવાનો હાલ ટ્રેડિશનલ ડ્રેસની ખરીદીમાં વ્યવસ્ત જોવા મળી રહ્યાં છે. બજારમાં અવનવી વેરાઇટીઓના ચણિયાચોળી, જ્વેલરી અને હવે નવરાત્રી શુઝ યુવાધનને ખાસ આકર્ષી રહ્યું છે, જી હા.. નવરાત્રી શુઝ…
ભાવનગરના દેવરાજનગર પાસે આવેલ નંદકુંવરબા મહિલા કોલેજના ફેશન ડિઝાઈન ડિપાર્ટમેન્ટ દ્વારા સ્પેશ્યલ નવરાત્રી શુઝ બનાવવામાં આવ્યા છે. આ શુઝને રંગબેરંગી ડિઝાઈન આપવામાં આવી છે. જે તમારી ચણિયાચોળી અને કેડિયામાં મેચ થઇ જશે.આપને જણાવી દઈએ કે આ શુઝની કિંમત પણ સાવ ઓછી માત્ર 750 રાખવામાં આવી છે.
ભાવનગર નંદકુંવરબાની વિદ્યાર્થીનીઓ દ્વારા ફેશન ડીઝાઈનર ડીપાર્ટમેન્ટના પ્રિન્સીપાલ શ્રધ્ધા મકવાણા આ શુઝની પેટન બનાવી છે તો આ વખતે નવરાત્રીમાં ટ્રેડિશનલ કાઠીયાવાડી, કોસ્ચ્યુમ સાથે આ શુઝ એકદમ અલગ ડીઝાઈનના બનાવતા નવરાત્રીમાં ખેલૈયાઓ પણ એકદમ કમ્ફટેબલ થઈ આ શુઝનો આનંદ માણી શકશે.
આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર
આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ
આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો
આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો

