ક્રાઈમ/ જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

જામનગરમાં દરેડમાં પટેલ સમાજ પાસે ખોલીમાં રહેતા પરપ્રાંતિય મજૂરની નવ વર્ષની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.

Gujarat Others Videos

@સંજય વાધેલા 

Jamnagar News: જામનગરમાં માત્ર 9 વર્ષની બાળકીના આપઘાતને લઈને ખુબ જ ચકચાર મચી છે. જામનગરમાં દરેડ GIDC વિસ્તારમાં પરપ્રાંતિય મજુરની 9 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બાદ તુરંત 108 સ્ટાફ અને સ્થાનિક પોલીસ કાફલો દોળી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

બનાવની વિગત એવી છે જામનગરમાં દરેડમાં પટેલ સમાજ પાસે ખોલીમાં રહેતા પરપ્રાંતિય મજૂરની નવ વર્ષની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આ વાતની જાણ જયારે બાળકીના પિતા સેલેન્દ્ર સેનને થતા તેઓ કારખાનાથી દોળીને ઘરે આવ્યા હતા. ઘરે પહોંચતા જ પરિવારના સભ્યો રડી રહ્યા હતા. સેલેન્દ્રએ જણાવ્યું કે બાળકીના જમીન પર પગ અડેલા હતા. અમને લાગે છે કે બાળકીની હત્યાં કરવામાં આવી છે.

મંતવ્ય ન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું કે મને મારી દીકરીને જોવા પણ દીધી નથી. પોલીસે માત્ર જાણવાજોગ ફરિયાદ નોંધી છે. બીજી બાજુ બાળકીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ ખાતે ખાસેડવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આવે ત્યારે બહાર આવશે કે આ હત્યા છે કે આત્મહત્યા.



આ પણ વાંચો:સુરતના ઉધનામાં રીક્ષા પેસેન્જર પાસેથી ચોરી કરતી ગેંગ ઝડપાઇ

આ પણ વાંચો:સગીરાને ચા પીવાના બહાને ઘરે લઇ ગયો અને પછી આચાર્યએ વિદ્યાર્થિની બનાવી હવસનો શિકાર

આ પણ વાંચો:ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક સાથે જીપ અથડાતા 9 લોકોના મોત

આ પણ વાંચો:જામનગરમાંથી 21 હજારથી વધુ નશાકારક ચોકલેટ ઝડપાઈ