સુરત/ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભ ઘડાની થશે સ્થાપના

દશેરાના પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભની સ્થાપના કરવામાં આવશે અને પાંચ હજાર કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

 Surat News: દશેરાના પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભની સ્થાપના કરવામાં આવશે અને પાંચ હજાર કરતા વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહત્વની વાત છે કે, સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વમાં પ્રખ્યાત થયેલા સુરતના ખજોદ સ્થિત આવેલા ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉનડાઉન 24 ઓક્ટોબર એટલે કે દશેરાના પર્વથી શરૂ થશે.

સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ અને સુરત ડાયમંડ બુર્સ કોપરેટીવ સોસાયટીના પ્રમુખ નાગજીભાઈ સાકરીયા, સુરત ડાયમંડ બુર્સના મીડિયા કમિટીના સભ્ય દિનેશભાઈ નાવડીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબર એટલે કે વિજયા દશમીના પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરા ઉદ્યોગકારો જે ઓફિસ ધરાવે છે તેવા 983 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે ઓફિસમાં શાસ્ત્રોક વિધિ અનુસાર વિધિ વિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે.

આ ઉપરાંત 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા પોતાની ઓફિસ જે મુંબઈમાં હાલ કાર્યરત છે. તે ઓફિસને મુંબઈમાં બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના દિગજ ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કરવાની તૈયારી સુરત ડાયમંડ બુર્સ દ્વારા કરી દેવામાં આવી છે.



આ પણ વાંચો:જામનગરમાં યુવકો ધગધગતા અંગારા ખુલ્લા પગે રમે છે રાસ, લોકોના બન્યું આકર્ષણનું કેન્દ્ર

આ પણ વાંચો:હિંમતનગરમાં પાર્ટી કલ્ચરની જગ્યાએ ભારતીય પરંપરા અનુરૂપ નવરાત્રીની ઉજવણી

આ પણ વાંચો:સસ્તા ભાવે હીરા મેળવવાની લાલચમાં સુરતનો વેપારી નેપાળમાં લૂંટાયો

આ પણ વાંચો:જુનાગઢમાં અર્વાચીન ગરબીઓની સાથે પ્રાચીન ગરબીઓએ લોકોનું આકર્ષણ જાળવી રાખ્યું