Best Mobile Network/ Ookla સ્પીડટેસ્ટમાં રિલાયન્સ ‘Jio’નો તમામ નવ એવોર્ડ પર કર્યો કબ્જો

ભારતના ધનાઢ્ય મુકેશ અંબાણીની રિલાયન્સ Jioએ Ookla સ્પીડટેસ્ટમાં તમામ 9 એવોર્ડ જીત્યા છે. Jio દેશનું સર્વશ્રેષ્ઠ નેટવર્ક બની ગયું છે.

Trending Tech & Auto

ભારતના ધનાઢ્ય મુકેશ અંબાણીની રિલાયન્સ Jioએ Ookla સ્પીડટેસ્ટમાં તમામ 9 એવોર્ડ જીત્યા છે. Jio દેશનું સર્વશ્રેષ્ઠ નેટવર્ક બની ગયું છે. કંપનીને 5G સહિત વિવિધ કેટેગરીમાં કુલ 9 એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. Jio શ્રેષ્ઠ મોબાઇલ નેટવર્ક, સૌથી ઝડપી મોબાઇલ નેટવર્ક, શ્રેષ્ઠ મોબાઇલ કવરેજ, ટોચના રેટેડ મોબાઈલ નેટવર્ક, શ્રેષ્ઠ મોબાઇલ વીડિયો અનુભવ, શ્રેષ્ઠ મોબાઇલ ગેમિંગ અનુભવ, સૌથી ઝડપી 5G મોબાઇલ નેટવર્ક, શ્રેષ્ઠ 5G મોબાઇલ વીડિયો અનુભવ અને શ્રેષ્ઠ 5G મોબાઇલ ગેમિંગ અનુભવ લાઇવ માટે પુરસ્કારો જીતે છે.

આ અવસરે Ooklaના અધ્યક્ષ અને સીઈઓ સ્ટીફન બાયએ જણાવ્યું હતું કે અમારી આંતરદૃષ્ટિથી અમે અમારા ગ્રાહકો (ટેલિકોમ કંપનીઓ)ને તેમના ગ્રાહકોને શ્રેષ્ઠ નેટવર્ક પ્રદાન કરવા પ્રેરણા આપીએ છીએ. તેમણે કહ્યું કે આજે કંપનીને એ કહેતા ખૂબ જ આનંદ થાય છે કે રિલાયન્સ જિયો દેશમાં સર્વશ્રેષ્ઠ નેટવર્ક પ્રદાન કરી રહી છે, અને લોકોને શ્રેષ્ઠ વીડિયો, ગેમિંગ અને 5જીનો અનુભવ પણ આપી રહી છે.

રિલાયન્સ જિયોએ 5G પર ખુબ ઝડપથી કામ કર્યું

રિલાયન્સ જિયો દ્વારા તમામ 9 એવોર્ડ જીતવા પર જિયો ચેરમેન, આકાશ અંબાણીએ કહ્યું કે, કંપનીનું લક્ષ્ય ભારતમાં એક ડિજિટલ સોસાઈટી બનાવવાનું હતું, જ્યા ટેક્નોલોજી આપણા જીવનમાં દરેક ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ માટે છે. આ રેવોલ્યૂશનમાં કન્ટ્રીબ્યૂટ કરવા જિયો માટે સૌભાગ્યની વાત છે અને કંપની સતત પોતાના નેટવર્કને મજબુત કરી રહ્યું છે.

આકાશ અંબાણીએ કહ્યું કે, જિયો સ્પિડથી દેશભરમાં જિયોએ 5G રોલઆઉટ કર્યું છે, તેનાથી તે ખુબ ખુશ છે. તેમણે કહ્યું કે, જિયોએ આખા ભારતને એક મજબુત ટ્રૂ 5G નેટવર્કથી કવર કર્યું છે અને તે તમામ કંપનીની ડિડલાઈન ડિસેમ્બર 2023 પહેલા પૂર્ણ કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે, ભારતને સંપૂર્ણ 5G ડિપ્લાયમેન્ટમાં જિયોની ભાગીદારી 85% છે અને અમે દર 10 સેકન્ડમાં એક 5G સેલ તૈનાત કરી રહ્યા છે.



આ પણ વાંચો: અમદાવાદ/ મેટ્રો રેલ સામે ઉપવાસ, અમને આવાસ આપો

આ પણ વાંચો: Online Gaming-GST/ દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

આ પણ વાંચો: નવી દિલ્હી/ India નહીં ભારત… તમામ પુસ્તકોમાં બદલાશે દેશનું નામ,જાણો કોણે આપી મંજૂરી