Dharma & Bhakti/ ભદ્રા રાજયોગ રચાશે 7 સપ્ટેમ્બરે…5 રાશિઓની તિજોરી નાણાથી છલકાશે..!

જ્યોતિષ શાસ્ત્રમાં કુલ પંચમહાપુરુષ રાજયોગ પૈકીનો એક એવો આ ભદ્રા રાજયોગ ((Bhadra Rajyog 2026) સર્જાતા આ ગોચરથી 5 રાશિઓને ફાયદો થશે….

Trending Religious Rashifal Dharma & Bhakti
Bhadra Rajyog 2026...આ 5 રાશિઓનું નસીબ બળવાન થશે!

Dharm & Bhakti: બુદ્ધિ અને વેપારના કારક મનાતા બુધ ગ્રહ 7 સપ્ટેમ્બર 2026ના રોજ પોતાની ઉચ્ચ રાશિ એવી કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઇ રહ્યાં છે. આને કારણે અત્યંત શુભ ગણાતો ભદ્રા રાજયોગ (Bhadra Rajyog 2026) નિર્મિત થશે.

ભદ્રા રાજયોગ (Bhadra Rajyog 2026)

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)માં કુલ પંચમહાપુરુષ રાજયોગ પૈકીનો એક એવો આ ભદ્રા રાજયોગ સર્જાતા આ ગોચર (Gochar)થી અનેક રાશિઓ (zodiac signs)ને ફાયદો થશે.

વાણી, બુદ્ધિ, તર્કશાસ્ત્ર, વેપાર અને અર્થવ્યવસ્થાના કારક એવા બુધ ગ્રહ (Budh Grah)ને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી અતિ મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. જ્યારે પણ બુધ દેવ પોતાની ઉચ્ચ કન્યા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે એક અત્યંત શુભ પંચમહાપુરુષ રાજયોગનું નિર્માણ થાય છે જેને ભદ્રા રાજયોગ કહેવાય છે.

પંચાંગ અનુસાર, 7 સપ્ટેમ્બરના રોજ બુધનું કન્યા રાશિમાં ગોચર વેપાર અને કેરિયરમાં નવીન અવસરોના માર્ગ પ્રશસ્ત કરશે. આ ગોચરનો લાભ અનેક રાશિઓને થનાર છે તો ચાલો જોઈએ…આ રાજયોગથી કઇ-કઇ રાશિના જાતકોનું નસીબ ચમકે એવી સંભાવના છે?

વૃષભ રાશિ (Vrushabh Rashi)

વૃષભ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર પાંચમા ભાવમાં થશે અર્થાત્ શિક્ષણ, સંતાન અને અચાનક ધનલાભના અવસરો લાવશે.

અચાનક ધનલાભ શેર બજાર, રોકાણ અથવા કોઈ જૂના માધ્યમ દ્વારા થઇ શકે છે.

વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા સ્ટુડન્ટ્સને મોટી સફળતા મળવાના યોગ છે.

મિથુન રાશિ (Mithun Rashi)

મિથુન રાશિના સ્વામી સ્વયં બુધ છે જે તમારી રાશિના ચોથા ભાવ (સુખ, સંપત્તિ અને માતા)માં આ રાજયોગ બનાવશે.

ભૌતિક સુખ-સુવિધાઓમા વૃદ્ધિ થશે અને નવું વાહન, મકાન અથવા તો ભૂમિ ખરીદવાના યોગ ઉત્તમ રહેશે.

કૌટુંબિક સુખમાં વધારો થશે અને ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે અને માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે.

કન્યા રાશિ

કન્યા રાશિ (Kanya Rashi)

બુધનું ગોચર તમારી રાશિમાં પ્રથમ ભાવમાં જ થવા જઈ રહ્યું છે જેથી ભદ્રા રાજયોગના કારણે સૌથી વધુ અને પ્રત્યક્ષ લાભ થશે.

તમારા વ્યક્તિત્વ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા અને બૌદ્ધિક કૌશલમાં જબરદસ્ત વૃદ્ધિ થશે.

કેરિયર અને વેપાર ક્ષેત્રે નવા સોદા ફાઇનલ થશે અને નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો મોટી જવાબદારી મળી શકે છે.

ધનુ રાશિ (Dhanu Rashi)

તમારી રાશિના દસમા ભાવમાં (કર્મ અને કેરિયરના સ્થાન)માં આ ગોચર થવા જઈ રહ્યું છે.

નોકરીમાં પ્રગતિ થશે અને કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યની પ્રશંસા કરશે અને મનપસંદ ટ્રાન્સફર અથવા નવી નોકરીની શોધ સંપન્ન થશે.

તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે અને વ્યાવસાયિક યોજનાઓમા મનપસદ રીતે નફો મળશે.

મકર રાશિ (Makar Rashi)

મકર રાશિ માટે આ રાજયોગ નવમ ભાવ અર્થાત્ ભાગ્ય સ્થાનમાં સર્જાશે.

ભાગ્યનો સાથ મળશે અને લાંબં સમયથી અટકેલા કાર્યો અચાનક પૂર્ણ થશે.

વિદેશ યાત્રાનો લાભ મળશે. ધર્મ-કર્મના કામોમાં રુચિ વધશે અને વ્યાવસાયિક કામ અર્થે કરવામાં આવેલી યાત્રા લાભદાયક સિદ્ધ થશે.

શુભ ફળ અભિવૃદ્ધિના ઉપાયો

શુભ ફળ અભિવૃદ્ધિના ઉપાયો (Shubhfal Upay)

1. દરરોજ “ૐ બું બુધાય નમ:” મંત્ર જાપ 108 વાર કરવો.

2. બુધવારના દિવસે ભગવાન શ્રી ગણેશ (Lord Ganesha)ને દૂર્વા અને મોદક અર્પણ કરવા.

3. બુધવારે લીલી શાકભાજી, લીલા રંગના કપડાં અથવા તો મગની દાળ કોઇ જરુરિયાતમંદ વ્યક્તિને દાન (Daan) કરવા.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: