Murder/ ભાવનગરમાં લુખ્ખાતત્વો બેફામ, રોડ પર છરીના ઘા ઝીંકી વેપારીની હત્યા

ડોન ચોક વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક વેપારીને છરીના ઘા ઝીંકીને હત્યા

Top Stories Gujarat Others

ભાવનગર શહેરમાં કાયદા વ્યવસ્થાના ઉડ્યા ધજાગરા છે. લુખ્ખાતત્વોને જાણે છુટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. ડોન ચોક વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક વેપારીને છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે.

આ બનાવની મળતી વિગત અનુસાર ભાવનગર શહેરના સુભાષ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશ ઠક્કર નામના વ્યક્તિ પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ પહોંચી હતી. બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

પ્રકાશ રેલિયા નામનો વ્યક્તિ ન્યુઝ પેપરનું કામ કરતો હતો. બાઇક પર અજાણ્યા શખ્સો તીક્ષ્ણ હથિયારના ઘા કરી ફરાર થઇ ગયા હતા. પ્રકાશ રેલિયાની હત્યાની જાણ થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

જાહેરમાં વેપારીની આ રીતે હત્યા થતાં પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઊભા થયા છે.


આ પણ વાંચોઃ Surat/સુરતમાં એક જ દિવસમાં હાર્ટ એટેકથી ત્રણ જિંદગી બુઝાઈ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/સામુહિક આપઘાત મુદ્દે સૌથી મોટા સમાચાર, સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિનું કનેક્શન…?

 આ પણ વાંચોઃ PUNJAB/કળીયુગી દીકરાએ 73 વર્ષની વૃદ્ધ માતાના વાળ પકડી ઢોર માર માર્યો, ઘટના CCTVમાં કેદ


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.

તમે અમને FacebookTwitterWhatsAppTelegramInstagram અને Youtube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.