Rave party/ ‘કોબ્રા કાંડ’માં એલ્વિશ બાદ હવે આ જાણીતા સિંગર પર પોલીસનો સકંજો!

બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટી સાથે જોડાયેલા કેસમાં હવે પોલીસે જાણીતા ગાયક ફૈઝલપુરિયા પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

Trending Entertainment

બિગ બોસ OTT 2ના વિજેતા એલ્વિશ યાદવની રેવ પાર્ટી સાથે જોડાયેલા કેસમાં હવે પોલીસે જાણીતા ગાયક ફૈઝલપુરિયા પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. ગાયક ફૈઝલપુરિયાનો એક વીડિયો 5 મહિના પહેલા વાયરલ થયો હતો જેના પર ફરિયાદ નોંધવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ મામલે પોલીસ હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને સિંગર ફૈઝલપુરિયાને નોટિસ ફટકારી છે.

વાસ્તવમાં પાંચ વર્ષ પહેલા એલ્વિશ યાદવ અને ફૈઝલપુરિયાનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં બંને સાપ સાથે જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ પોલીસે પૂછપરછ કરી ન હતી. આ મામલાની નોંધ લેતા પોલીસે હવે સિંગર ફૈઝલપુરિયાને પૂછપરછ માટે હાજર થવા નોટિસ પાઠવી છે.

ફૈઝલપુરિયા એક જાણીતા ગાયક છે જેમના ઘણા ગીતો હિટ થયા છે. આ સાથે ફૈઝલપુરિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ છે. તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 10 લાખથી વધુ ફોલોઅર્સ છે.


આ પણ વાંચો: Israel Hamas War/ ઈઝરાયલ અને હમાસ યુદ્ધમાં UNના 88 કર્મચારીઓના મોત: રિપોર્ટ

આ પણ વાંચો: Indian Economy/ ભારતીય ઇકોનોમી છે ટનટનાટનટન…

આ પણ વાંચો: Defence Corridor/ ભારતમાં પહેલી વખત ડિફેન્સમાં 100 ટકા એફડીઆઇને મંજૂરી