ખૂબ જ ભૂખ લાગી હોય,તમારી સામે થાળી મુકવામાં આવે અને ભોજન ન પીરસાય તો કેવી સ્થિતિ થાય..આવું જ કંઈક બહુચરાજી તાલુકાના ખાભેલ,સુરપુરા અને અંબાલા ગામના ખેડૂતો સાથે થયું છે આ ગામના ખેડૂતો માટે સરકારે 10 વર્ષ પૂર્વે માઇનોર કેનાલ તૈયાર કરી છે પણ આ કેનાલમાં 10 વર્ષ થી પાણી જ નથી આપવામાં આવ્યું..જેના કારણે ખેડૂતો ની નજર સામે કેનાલ તો છે ,પણ સિંચાઈનો લાભ નથી મળતો. આ કેનાલમાં પાણી છોડવામાં આવે તો 7 ગામના ખેડૂતોની જમીનમાં સિંચાઇ થઈ શકે તેમ છે. હજારો વિધા જમીન ઉપર પિયત થઈ શકે તેમ છે. પરંતુ નર્મદા વિભાગ દ્વારા ખેડૂતો ની વારંવાર રજૂઆત છતાં પાણી છોડવામાં નથી આવતું.ખેડૂત દર વર્ષે પાકની સિઝન આવતા નર્મદા વિભાગ ની કચેરીમાં રજુઆત માટે જાય છે. ત્યાં એક જ જવાબ આપવામાં આવે છે,પાણી આવી જશે..ખેડૂત રાહ જોતા બેસી રહે છે,પણ પાણી નથી આવતું તે નથી જ આવતું
સુરપુરા,ખાભેલ,અંબાલા સહિત 7 ગામના ખેડૂતોને સિંચાઈ નો લાભ મળે તે માટે સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ 2012 માં માઈનોર કેનાલનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું હતું. આ કેનાલ બહુચરાજી તાલુકામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ સાથે જોડાયેલી છે.તેનું નેટવર્ક 7 ગામમાં ફેલાયેલું છે. કેનાલ તૈયાર હોવા છતાં અને નર્મદા મુખ્ય કેનાલમાં 24 કલાક પાણી રહેતું હોવા છતાં કોઈ કારણોસર ખાભેલ ગામ સુધી તંત્ર પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે. તો વળી વારંવાર રજુઆત કર્યા બાદ કેટલીક વખત ભાગ્યે જ રાત્રી દરમીયાન માત્ર 3 કલાક માટે પાણી આપવામાં આવે છે. તો વળી સિઝન ની શરૂઆતમાં એક વખત પાણી આપ્યા બાદ બીજી વખત પાણી નહીં મળતા ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે
બહુચરાજી તાલુકાના ખેડૂતો છેલ્લા 10 વર્ષ થી પાણી માટે વલખા મારી રહ્યા છે.પાણી માટે ખેડૂતો છેક ગાંધીનગર સુધી રજુઆત કરી ચુક્યા છે.જો કે ,ખેડૂતો ની રજુઆત કોઈ સાંભળવા તૈયાર નથી.ત્યારે હવે સિંચાઈ માટે ખેડૂતો ને ક્યાં જવું તે એક સવાલ છે.
આ પણ વાંચો:rajpipla/હાઉસિંગ બોર્ડમાં આવેલા ગોડાઉનમાં ફટાકડાથી આગ લાગતાં મંડપનો સામાન ભસ્મીભૂત
આ પણ વાંચો:સિધ્ધપુર/“ઉડતા પાટણ” બનાવવાનો પ્રયાસ, લકઝરીમાંથી પોલીસે 8.03 લાખનું હેરોઈન ઝડપ્યું
આ પણ વાંચો:Gujarat surat/સુરત રેલવે સ્ટેશન પર ભીડના કારણે ઘણા મુસાફરોના શ્વાસ રૂંધાયા, એકનું મોત
