અમરેલી ક્રાઈમ/ બગસરામાં વિધર્મી નરાધમ યુવકે 13 વર્ષની બાળકી પર આચર્યું દુર્ષકર્મ

અમરેલી જિલ્લાના બગસરામાંથી એક 13 વર્ષીય સગીરાના દુષ્કર્મના સમાચાર સામે આવ્યા છે. આ દુષ્કર્મ કરનાર એક વિધર્મી યુવાન હતો જેણે બાળાને ફોસલાવીને પોતાના ઘર નજીક બોલાવી ત્યાંથી અપહરણ કરી અજ્ઞાત સ્થળે તેના પર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.

Gujarat Others

@પરેશ પરમાર 

Amreli News: બગસરામાં નદીપરા વિસ્તારમાં રહેતા નરાધમ વિધર્મી યુવક દ્વારા 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટનાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે બગસરાના નદીપરા વિસ્તારમાં રહેતા વિધર્મી નરાધમ યુવાન અમીન ઈકબાલભાઈ રાઠોડ નામના યુવાને તારીખ 10ના રોજ 13 વર્ષની બાળકીને મોબાઇલમાં વાતચીત કરી, લલચાવી, ફોસલાવી પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે તારીખ 10ના રોજ ઝાંઝરીયા રોડ પર આવ્યો હતો.

પોતાના ઘર નજીક બોલાવી ત્યાંથી તેનું અપરણ કરી અજ્ઞાત સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું આ બાબતની વિધર્મી નરાધમ યુવક સામે અપહરણ દુષ્કર્મ તથા પોકસો કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે અને બનાવની તપાસ બગસરા પોલીસ ચલાવી રહી છે.

મહત્વનું છે કે આ મામલાની જાણકારી મળતાં જ બગસરા પોલીસ દ્વારા વિધર્મી યુવાનની વિરુદ્ધમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેની સામે પોલીસ દ્વારા અપહરણ, દુષ્કર્મ તથા પોક્સોની કલમો લગાડવામાં આવી હતી. આ બનાવની તપાસ બગસરા પોલીસ ચલાવી રહી છે. આ તપાસ બાદ જ આ ઘટના અન્વયે વધારે માહિતી સામે આવે તેવી શક્યતાઓ છે.



આ પણ વાંચો:જ્યાં સુધી હું ચૂપ બેઠો છું ત્યાં સુધી સારું છે… ગુજરાત ભાજપના ધારાસભ્યે ઈઝરાયેલ સાથે સરખામણી કરીને આપી ધમકી

આ પણ વાંચો:સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ડ્રેનેજની સફાઈ દરમિયાન દુર્ઘટના, એક શ્રમિકનું મોત

આ પણ વાંચો:પતિના ત્રાસથી કંટાળીને પરિણીતાએ અગ્નિસ્નાન કરી આયખું ટૂંકાવ્યું

આ પણ વાંચો:પાટણમાં દિવાળીએ માટીના કોડીયાઓનું ખાસ મહત્વ