Uttarkashi/ ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટના બની, નિર્માણાધીન ટનલ તૂટતા 50થી વધુ કામદારો ફસાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને કુદરતી પ્રકોપની ઘટના વધી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા લોકો મૃત્યુ પામ્યા તો ઇમારતો, માર્ગો અને રાજમાર્ગોને મોટું નુકસાન થયું.

Top Stories India

ઉત્તરકાશીમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. નિર્માણાધીન સુરંગ તૂટી પડતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામા 50થી વધુ કામદારો અંદર ફસાયેલા છે. ટનલ તૂટવાની દુર્ઘટનાની જાણ થતા રેસક્યુ તત્કાળ ઘટનાસ્થળે પંહોચી બચાવ કાર્ય હાથ ધર્યું છે. ફસાયેલા કામદારોને બહાર કાઢવા જેસીબી મશીનથી જ ટનલ ખોલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. નેશનલહાઈવે પર ઘણા સમયથી કામગીરી ચાલી રહી છે. મોડી રાત્રે ટનલ લાઈનમાં કામગીરી ચાલુ હતી ત્યાં અચાનક ભૂસ્ખલન થવાની ઘટના બની. જેમાં 50-60 કરતાં પણ કામદારો ફસાયા હોવાનું સામે આવ્યું. કામદારોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને કુદરતી પ્રકોપની ઘટના વધી છે. આ વર્ષે ચોમાસા દરમ્યાન ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડતા લોકો મૃત્યુ પામ્યા તો ઇમારતો, માર્ગો અને રાજમાર્ગોને મોટું નુકસાન થયું. અગાઉ 6 નવેમ્બરે પણ ઉત્તરાખંડમાં એક ટનલ 15માં આગ ફાટી નીકળવાની ઘટના બની હતી. આ ટનલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલવે લાઇન પ્રોજેક્ટનો હિસ્સો છે.  આ દુર્ઘટનામાં તાત્કાલિક કામગીરી હાથ ધરતા લોકો સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા.



આ પણ વાંચો : Diwali 2023/ શેરબજારમાં દિવાળીના દિવસે ‘મુહૂર્ત ટ્રેડિંગ’નું શું છે મહત્વ, જાણો ઈતિહાસ…

આ પણ વાંચો : Surat Accident/ સુરતમાં બારડોલી નજીક જીવલેણ અકસ્માતઃ છના મોત

આ પણ વાંચો : Diwali 2023/ PM મોદી હિમાચલ પ્રદેશ પહોંચ્યા, લેપ્ચામાં સૈનિકો સાથે મનાવશે દિવાળી