વસિમ મેમણ – પ્રતિનિધિ દ્વારા, તિલકવાડા
સાગબારામાં મોટરસાઇકલ પરથી મહિલા પડી જતાં મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની મળતી વિગત અનુસાર, રવિવારના રોજ ભરતભાઈ કચરૂભાઈ પાટીલ (રહે. બલકુવા તાલુકો શિરપુર જીલ્લો ધુલિયા) પોતાના બાઇક પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી જઇ રહ્યાં હતા. દરમિયાન સાગબારા મિશન સ્કૂલથી આગળ રાજા પાંડા હોટલ પાસે આવતા બમ્પ ઉપર મોટરસાયકલ ઉછળતા મોટરસાયકલની પાછળ બેઠેલા સરલાબેન ભરતભાઈ પાટીલ મોટરસાયકલ ઉપરથી નીચે પટકાયા હતા.
બાઇક પરથી પડી જતાં સરલાબેનના મોઢા ઉપર દાઢીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર અર્થે સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર કર્યા બાદ વધુ સરકાર અર્થે રાજપીપળા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન સરલાબેન ભરતભાઈ પાટીલનું મોત થયું છે. આ ઘટનાની જાણ સાગબારા પોલીસને થતા પોલીસે કાયદેસર ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
Read More: પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમાં આજે અન્નકૂટ મહોત્સ્વની ઉજવણી કરવામાં આવી
Read More: શહેર પોલીસ દ્વારા શહીદોના પરિવારજનોને નવા વર્ષની શુભેચ્છા
Read More: અમદાવાદની સડકો પર અફઘાનિસ્તાનના આ ક્રિકેટરનો હૃદય સ્પર્શી વીડિયો વાયરલ
નર્મદા જીલ્લાના અન્ય સમાચાર માટે અહીં ક્લિક કરો
નર્મદા જીલ્લાના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube