SGST raid/ સુરતમાં 30 સ્થળોએ SGSTના દરોડાઃ મોટાપાયા પર કરચોરી પકડાઈ શકે

સુરતમાં SGSTની ટીમે 30 સ્થળોએ અચાનક દરોડા પાડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. આ દરોડામાં ઓનલાઇન વેપાર કરતાં નવ વેપારીને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Top Stories Gujarat Surat

સુરતઃ સુરતમાં SGSTની ટીમે 30 સ્થળોએ અચાનક દરોડા પાડતા બજારમાં સન્નાટો છવાઈ ગયો છે. આ દરોડામાં ઓનલાઇન વેપાર કરતાં નવ વેપારીને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. નવ વેપારીઓની પેઢીઓના 30 સ્થળે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ વેપારીઓએ ઓછો ટેક્સ ભર્યો હોવાનો તેમના પર આરોપ છે.

SGSTના દરોડામાં બહાર એવું આવ્યું છે કે આ વેપારીઓએ ચોપડા પર તો 12થી 18 ટેક્સ દર્શાવ્યો હતો, પરંતુ ટેક્સ ભરવાનો આવ્યો ત્યારે તે માંડ પાંચ ટકા ટેક્સ જમા કરાવતા હતા. આ સિવાય પાછા તેઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ 12થી 18 ટકા ટેક્સ પર લેતા હતા. આમ તેઓ ટેક્સ ઓછો ભરીને પૂરેપૂરી આઇટીસી મેળવતા હતા.

આના પગલે SGSTની ટીમે આ વેપારીઓને ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા છે અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ડેટા પણ લીધો છે. તેની સાથે તમામ ડેટાનું વેરિફિકેશન હાથ ધર્યુ છે. SGSTની ટીમને વિશ્વાસ છે કે મોટાપાયા પર કરચોરી બહાર આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે સરકાર જીએસટીનો અમલ 2017માં શરૂ થયો તેનો દાયકો 2027માં પૂરો થાય તે પૂર્વે જીએસટીની સરેરાશ માસિક આવક બે લાખ કરોડ પર લઈ જવા માંગે છે અને આ આવક દર વર્ષે સરેરાશ 12થી 13 ટકાના દરે વધી રહી છે ત્યારે તે આ પ્રકારે કરચોરી કરનારાઓ પર ત્રાટકીને કરચોરો પ્રત્યેનો ગાળિયો વધુને વધુ આકરો બનાવી રહી છે.  જીએસટીના દરોડા આનો જ એક હિસ્સો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ