- સુરત: મોટા વરાછા વિસ્તારમાં શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- અંબિકા પીનેકલ કોમ્પલેક્ષ નજીકની ઘટના
- સમગ્ર ઘટના CCTV કેમેરામાં થઈ કેદ
- વિકૃત મગજના વ્યક્તિ દ્વારા કૃત્યને આપવામાં આવ્યો અંજામ
- સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના સીસીટીવી થયા વાયરલ
@દિવ્યેશ પરમાર
Surat News: સુરતમાં માનસિક વિકૃતિ એ હદ વટાવી હોય તેમ એક યુવકે શ્વાન સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવાનની આ કરતૂત સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.મહત્વનું છે કે સુરતમાં અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.આજે ફરી પાછી મોટા વરાછામાં આ ઘટના બનતા પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા પીનેકલ કોમ્પ્લેક્સ પાસે રાત્રીના સમયે એક યુવાન રોડ પર નીકળ્યો હતો.તે દરમિયાન રોડ પર રખડતા શ્વાનોને જોઈ તેમની પાસે બેસી ગયો હતો.ત્યારબાદ માનસિક રીતે વિકૃત એવા યુવકે શ્વાન સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.યુવાનની આ કરતૂત ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ હતી.આ ઘટના સામે આવતા જ પ્રાણી પ્રેમીઓ માં ભારે રોષ જોવા મળ્યો હતો.
મહત્વની વાત છે કે આગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી.જેમાં 6 મહિના અગાઉ અઠવા પોલીસ મથક હદ વિસ્તારમાં એક આધેડ દ્વારા શ્વાન સાથે શ્રુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ઝડપાયા હતા.ત્યારબાદ આ મામલે પ્રાણી પ્રેમીઓએ પોલીસ ફરિયાદ પણ કરી હતી.અત્યારે જે સીસીટીવી વાયરલ થયા છે તેમાં દેખાતો યુવક કોણ છે તે અંગે તપાસ ચાલી રહી છે.હાલ આ યુવક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ પ્રાણી પ્રેમીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચો:મહેસાણામાં શિક્ષકને પ્રેમ કરવો ભારે પડ્યો, શિક્ષિકાએ પતિ સાથે મળી મર્યો ઢોર માર
આ પણ વાંચો:‘અજંતાનાં ડાયરેક્ટરોને બનાવો આરોપી’, જાણો કોણે કરી આ માગ
આ પણ વાંચો:સસ્તુ જાણીને ઓનલાઈન ખરીદી કરનારા સાવધાન, મોબાઈલના નામે મોકલ્યું કંઇક આવું…
આ પણ વાંચો:વેસુમાં વિધાર્થીએ દસમાં માળેથી લગાવી મોતની છલાંગ, પરિવારે મૃતકની આંખોનું કર્યું દાન
