- અમરેલી:એક રૂપિયાની નોટીસ
- નાની કુંકાવાવના ખેડૂત વડીયા કોર્ટેમાં પહોંચ્યા
- PGVCLએ એક રૂપિયાની નોટિસ મામલે પહોંચ્યા
- એક રૂપિયો ભરવા દેવા અધિકારીની આનાકાની
Amreli News : અમરેલીના કુંકાવાવમાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ખેડૂતને એક રૂપિયાની ભરપાઈ કરવા માટે કોર્ટની નોટિસ મોકલી છે. આ ઘટના પીજીવીસીએલના વીજ કનેક્શન રદ્દ કરવાના કિસ્સા સાથે જોડાયેલી છે. 7 વર્ષ આસપાસ ખેડૂતે ખેતરમાં રદ કરેલ કનેક્શનની PGVCL દ્વારા કોર્ટ મારફતે નોટિસ અપાઈ છે. એક રૂપિયાની નોટિસ માટે 5 રૂપિયાની ટિકિટ લગાવી ખેડૂતને એક રૂપિયાની નોટીસ અપાઈ.
મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના કુંકાવાવા ખાતે એક ખેડૂતના ખેતરમાં વીજ કનેક્શન કાપી નખાયું હતું. આ મામલો સાત વર્ષ પહેલા બન્યો હતો. જોકે સાત વર્ષ પછી વીજકંપનીએ આ નોટિસ મોકલીને બાકી લેણાં તરીકે 1 રૂપિયાની માગ કરી ખેડૂતને કોર્ટના ધક્કા ખાતો કરી દીધો છે. આ 1 રૂપિયાની વસૂલી માટે ઉપરથી 5 રૂપિયાની ટિકિટ ચોંટાડીને નોટિસ મોકલવામાં આવી. એટલુ જ નહિ, એક રૂપિયો વસૂલવા માટે 5 રૂપિયાની ટીકીટ લગાવી ખેડૂત પાસે એક રૂપિયો ભરપાઈ કરવા નોટિસ અપાઈ.
આ ખેડૂતને કોર્ટ સુધી પહોંચવા માટે 20 કિલોમીટરનું અંતર કાપવુ પડે, તે માટે ખેડૂતને અલગથી રૂપિયા પણ ખર્ચવા પડે. ત્યારે માત્ર એક રૂપિયા માટે પીજીવીસીએલ, ખેડૂત અને કોર્ટનો સમય બરબાદ કરવું કેટલું યોગ્ય કહેવાય.
આ મામલો સામે આવતાં જ તંત્રની કિરકિરી થતાં સરકાર વતી ઊર્જામંત્રી કનુ દેસાઈએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આ રીતે કોઈને 1 રૂપિયાના બાકી લેણાં માટે નોટિસ ન મોકલાય. અમે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:દ્વારકા સિરપકાંડના વ્હાઇટ કોલર બુટલેગરોની ધરપકડ, અન્ય ચાર ફરાર
આ પણ વાંચો:અંબાજી પ્રસાદ કેસમાં આરોપી જતીન શાહે કર્યો આપઘાત
આ પણ વાંચો:બાળકને કાર ચલાવવા આપતા પત્ની અને સાઢુભાઇ વિરુધ્ધ પતિનએ નોંધવી ફરિયાદ
આ પણ વાંચો:વ્યાજખોરનો આતંક યથાવત,અમરોલીનો પરિવાર વ્યાજના વિષચક્રમાં ફસાયો
આ પણ વાંચો:53 વર્ષ જુના ST ડેપોની જર્જરીત હાલત, ઠેર ઠેર કચરો અને દારૂની બોટલ મળી જોવા
