- દસાડા તાલુકા હેલ્થ કચેરી દ્વારા યોજાયો મેડિકલ કેમ્પ
- અગરીયાઓના આરોગ્યની તપાસ કરવામાં આવી
- સ્થળ પર આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી પણ કરાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામા આવેલ કચ્છના નાના રણમાં મીઠુ પકવવામાં ગયેલ લોકોના આરોગ્યની સંભાળ માટે જોગડ શક્તિ રણ વિસ્તારમાં દસાડા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
જેમાં જનરલ ઓપીડી સારવાર, ચામડીના રોગ,બાળ રોગ નિદાન સહિત આરોગ્ય લક્ષી તપાસ અને સારવાર આપવામાં આવી હતી ઉપરાંત આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાની કામગીરી કરવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં અગરીયાઓ લાભ લીધો હતો.
રણમાં આઠ મહિનાની સિઝન દરમિયાન રણ મા જ રહેતા અગરીયા બધુંના આરોગ્યની સંભાળ રાખવા માટે યોજવામાં આવેલ કેમ્પ અગરીયાઓને આર્શીવાદ સમો બન્યો હતો. યોજાયેલ મેડિકલ કેમ્પમા વિવિધ નિષ્ણાત ડોક્ટર,તથા અગરીયા મહા સંઘના હોદ્દેદાર ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: