પાકિસ્તાન પોતાની સૈન્ય તાકાત વધારવા ચીન પાસેથી નવા ફાઈટર જેટની ખરીદી કરવા જઈ રહ્યું છે. પાકિસ્તાન એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ ઝહીર અહેમદ બાબર દ્વારા 2 જાન્યુઆરીના રોજ ફાઈટર જેટ ખરીદીને લઈને માહિતી આપવામાં આવી. પાકિસ્તાનના આ પગલાને ભારત પર દબાણ બનાવવા તરીકે જોવામાં આવી રહ્યું છે. પાકિસ્તાન પોતાના જૂના F-16 ફાઈટર જેટને બદલી ચીન પાસેથી નવા એરક્રાફટની ખરીદી કરી રહ્યું છે. પાકિસ્તાનના આ નિર્ણય બાદ ભારત પણ અમેરિકા પાસેથી આધુનિક F-35 ફાઈટરની ખરીદી કરી શકે તેવું વિશ્લેષકોનું માનવું છે.
એવું માનવામાં આવે છે કે ભારતના રાફેલ અને તેજસ ફાઈટર જેટથી ડરી જઈ પાકિસ્તાને ચીનના જૂના ફાઈટર જેટ J-31 અથવા FC-31 ગ્રે ફાલ્કન સ્ટેલ્થ ફાઈટર જેટને પોતાના સૈન્યમાં સમાવવાનો નિર્ણય કર્યો છે. એરફોર્સ ચીફ માર્શલ બાબરે કહ્યું કે ચીનના J-31ને ‘નજીકના ભવિષ્યમાં’ પોતાની સેનામાં સામેલ કરવામાં આવશે. ચીફ બાબરની આ સત્તાવાર જાહેરાત સાથે ભારત સહિત વિદેશી મીડિયામાં હલચલ જોવા મળી. ભારત પણ પાકિસ્તાન અને તેના કહેવાતા ‘માસ્ટર-ચીન’ને લડત આપવા અમેરિકા પાસેથી F-35 ફાઈટર જેટ ખરીદવાની પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે.
નોંધનીય છે કે ચીને અમેરિકાના F-35 અને F-22ની નકલ કરીને J-31 બનાવ્યું છે. ચીન આગામી 5 વર્ષમાં તેને તેની નૌકાદળમાં સામેલ કરી શકે છે. ફાઈટર એફ-35 રડાર દ્વારા પકડી શકાતું નથી. આથી દેશો વિશ્વ શક્તિશાળી બનવાની હોડમાં આ પ્રકારના આધુનિક ફાઈટર જેટને પોતાની સેનામાં સામેલ કરી રહ્યા છે. જો કે પાકિસ્તાની વાયુસેનાના વડાએ ફાઈટર જેટના સમાવવાને લઈને ચોક્કસ સંખ્યા અને સમયનો ખુલાસો નથી કર્યો. પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે દાયકાના અંત સુધીમાં પાકિસ્તાન 36 J-31 ફાઇટર એરક્રાફ્ટ મેળવી શકે છે. ચીન આ ફાઈટર જેટ એવા દેશોને વેચવાનો પ્રયાસ કરી રહ્યું છે જે અમેરિકાના ફાઈટર એરક્રાફ્ટ ખરીદી શકતા નથી. જેમાં પાકિસ્તાન અગ્રેસર દેખાઈ રહ્યું છે.
પાકિસ્તાનનું આ પગલું ચીન સાથે સંબંધોને ઉજાગર કરે છે જ્યારે બંને દેશોની ભારત વિરોધી વ્યૂહરચનાને ખુલ્લી પાડે છે. જો પાકિસ્તાન ખરેખર ઘોષણા કર્યા મુજબ ફાઈટર જેટની ખરીદી કરશે તો ભારત પર પણ અમેરિકન F-35 ફાઇટર એરક્રાફ્ટ ખરીદવાનું દબાણ વધશે તેમ નિષ્ણાતોનું માનવું છે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની સરહદ હંમેશા યુદ્ધની સ્થિતિ રહે છે. આવા સમયે પાકિસ્તાન ચીન પાસેથી આ એરક્રાફ્ટ ખરીદી કરી સેનામાં સામેલ કરશે તો હવાઈ લડાઇના કિસ્સામાં તે ભારત કરતા વધુ શક્તિશાળી બની જશે. ચીન પાકિસ્તાન દ્વારા ભારત પર દબાણ બનાવી રહ્યું છે તે સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો: કેનેડાએ ભારતમાં વેપાર કરવા તેમજ સંબંધો ઘનિષ્ઠ બનવા પર ભાર મૂક્યો
આ પણ વાંચો: ગ્રીન અને રીન્યુએબલ એનર્જી વિશે માહિતગાર થવા યુવાનોમાં જોવા મળી ભારે ઉત્સુકતા
આ પણ વાંચો:
