એક કા તીન કૌભાંડમાં છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીની તક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. 30થી વધુ ગુનામાં ફરાર આરોપી પર 20 હજાર રુપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપી કરતારસિંહ એમ.સાંસીની ચાંદખેડાથી ધરપકડ કરી હતી.
આ કેસની વિગત મુજબ 2019ના વર્ષમાં સરખેજ ખાતે રહેતા અને પોતાના પર મેલડી માતા પ્રસન્ન થયા છે તથા છારા જાતિના સમુદાયનો ઉધ્ધાર કરવા માંગે છે તેવી જાહેરાત આરોપી અશોક જાડેજાએ કરી હતી. તેણે પોતાના ઘર પાસે મેલડી માતાના મંદિર નજીક ખાડો કર્યો હતો અને તેમાં બેસી ગયો હતો. બાદમાં તેણે છારા જાતિના લોકોને 3 દિવસમાં ત્રણ ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને રૂપિયા ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે લોકોને 3 દિવસમાં રુપિયા ત્રણ ગણા કરી આપીને તેમનો વિશ્વાસ જીતતો હતો. જેને પગલે છારા કોમના લોકોએ પૈસા રોકડો અશોક જાડેજા પાસે લાઈન લગાવવાનું સરૂ કરી દીધું હતું.
અશોક જાડેજાએ 32 જેટલા એજન્યો રોકીને નાણાં ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. બીજીતરફ વધારે લોકો રુપિયા ત્રણ ગણા કરવવા આવતા જાડેજાએ 3 દિવસને બદલે સાત , 15 દિવસ અને છેલ્લે એક મહિનામાં ત્રણ ગણા પૈસા કરી આપવાનો વાયદો કર્યો હતો. દરમિયાન છારા કોમના કરોડો રૂપિયા એકઠા થઈ જતા તેણે મિલ્કતો વસાવવાનું શરૂ કર્યું હતું, બાદમાં રૂપિયા લઈને તે રાતો રાત ફરાર થઈ ગયો હતો. જેને પગલે મહાઠગ અશોક જાડેજા , 34 એજન્ટો તથા અન્યોની વિરૂધ્ધમાં 111 જેટલા ગુના દાખલ થયા હતા.
બાદમાં અબજો રૂપિયાની છેતરપિંડી કરનારા જાડેજા સામેની તપાસ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પોલીસે અશોક જાડેજા ગેંગ પાસેથી રૂ.100 કરોડ રોકડા, 2 કરોડનું સોનુ, 2 કરોડની ચાંદી, 50 જેટલા ફોરવ્હીલ વાહનો, 50 મોટર સાયકલ તથા છેતરપિંડીના નાણાંમાંથી ખરીદવામાં આવેલી 186 વિઘા જમીન (જેની હાલની કિંમત 450 કરોડ રૂપિયા ગણાય) સીઝ કરવામાં આવ્યા હતા. આ ગુનામાં અશોક જાડેજા અને તેના સાગરીતો 7 વર્ષ પછી જેલમાંથી છુટ્યા હતા.
બીજીતરફ સીઆઈડી ક્રાઈમે વોન્ટેડ આરોપી કરતારસિંહ સાંસીની શોધ હાથ ધરતા તે રાજસ્થાનના સાવાર સાંસી બસ્તી ખાતે રહેતો હોવાનું અને બાદમાં અમદાવાદ આવ્યો હોવાની માહિતી મળી હતી. જેને આધારે પોલીસે કરતારસિંહને ચાંદખેડાથી ઝડપી લીધો હતો. પુછપરછમાં કરતારસિંહે પોલીસને કહ્યું હતું કે 2009ના સમયગાળામાં તે અશોક જાડેજાના એજન્ટ અને પોતાના ભાઈ જશવંતસિંહ સાંસીના પેટા એજન્ય તરીકે કામ કરતો હતો. જાડેજાએ રૂપિયાની ઉઘરાણી કરવા માટે મંદિરની બાજુમાં 16 સ્ચોલ ચાલુ કર્યા હતા. જે લોકોને રૂપિયા ત્રણ ગણા કરાવવા હોય તેમને નામ સરનામા અને રૂપિયા જમા કરાવ્યા અંગેની તારીખ લખી આ નાણાં અશોક જાડેજા પાસે મોકલવામાં આવતા હતા.
પોલીસે ફરાર કરતારસિંહ ફરાર હોવાથી તેની સામે 20,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. તેની સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં 30 ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું.
@નિકુંજ પટેલ
