Anand/ હોસ્પિટલમાં સારવાર હેઠળ વ્યક્તિના ઘરમાં ચોરોએ હાથ સાફ કર્યા

આણંદ જીલ્લામાં ઉમરેઠ નગરમાં ચોરો બેફામ બનતા જોવા મળ્યા છે. સર્વ મંગલ રેસીડેન્સી સોસાયટીમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો. મળતી માહિતી મુજબ બંધ મકાનના માલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, દરમિયાન તસ્કરોએ વિવિધ સોસાયટીને નિશાન બનાવી..

Top Stories Gujarat

Anand News: આણંદના ઉમરેઠ નગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે. સર્વ મંગલ રેસીડેન્સી સોસાયટીમાં ચોરીની ઘટના બનતા ચકચાર મચી ગઈ છે. મકાન માલિક સારવાર હેઠળ હતા ત્યારે તસ્કરોએ ચોરીનો લાભ ઉઠાવી રોકડ રકમ સહિત સોના, ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. રહીશોએ આ મામલે પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે. ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે.

આણંદ જીલ્લામાં ઉમરેઠ નગરમાં ચોરો બેફામ બનતા જોવા મળ્યા છે. સર્વ મંગલ રેસીડેન્સી સોસાયટીમાં ચોરોએ હાથ સાફ કર્યો હતો. મળતી માહિતી મુજબ બંધ મકાનના માલિક હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, દરમિયાન તસ્કરોએ વિવિધ સોસાયટીને નિશાન બનાવી હતી. તસ્કરોએ તિજોરી તેમજ રસોડાનો માલ સામાન પણ રફેદફે કર્યો હતો. મકાનમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના ઘરેણા વગેરે ચોરી કરી ગયા હતા.

ત્યારે ઉમરેઠ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ પર સવાલો ઉઠવા પામ્યા છે. સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરતા ઉમરેઠ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PSIની ભરતીને લઈ મોટા સમાચાર, PSI ની ભરતી માટે નવા નિયમો કરાયા જાહેર

આ પણ વાંચો:ભુવાલડી ખાતે ઠાકોર સમાજનો સમૂહ લગ્નોત્સવ, 51 યુવક યુવતિઓ લગ્નગ્રંથીમાં જોડાયા