Lok Sabha Elections 2024/ BJPની નવી યાદીથી મોદી-શાહના રાજ્યમાં ભૂકંપ, ચાર સાંસદો સાથે આ કેન્દ્રીય મંત્રીનો પણ સફાયો

ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે.

Top Stories Gujarat Others

ભારતીય જનતા પાર્ટી (BJP)એ બુધવારે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. પાર્ટીએ કેન્દ્રીય મંત્રી સહિત કુલ પાંચ વર્તમાન સાંસદોનું પત્તું કત કર્યું છે. પાર્ટીએ ગઈકાલે રાજ્ય માટે સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી, જેમાં રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશ સહિત પાંચ વર્તમાન સાંસદોને હટાવીને તેમના સ્થાને નવા ચહેરાઓને સામેલ કર્યા હતા.

અગાઉ 2 માર્ચે ભાજપે ગુજરાતની 15 લોકસભા બેઠકો સહિત 195 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. હવે નવી દિલ્હીમાં 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર થયા બાદ ગુજરાતની બાકીની ચાર બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત થવાની બાકી છે. 2019ની ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ બેઠકો જીતી હતી. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે.

નવી યાદીમાં, પાર્ટીએ મોદી સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી અને ત્રણ વખત સાંસદ રહેલા જરદોશને સ્થાને મુકેશ દલાલને સુરત લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. દલાલ, ભાજપ શાસિત સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ હતા અને હાલમાં પાર્ટીના સુરત શહેર એકમના મહાસચિવ છે.

રેલ્વે રાજ્ય મંત્રી ઉપરાંત અન્ય ચાર વર્તમાન સાંસદો જેમની ટિકિટો રદ કરવામાં આવી છે તેમાં સાબરકાંઠાના દીપસિંહ રાઠોડ, વલસાડના કેસી પટેલ, ભાવનગરના ભારતીબેન શિયાળ અને છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવાનો સમાવેશ થાય છે. પાર્ટી દ્વારા જે બે વર્તમાન સાંસદોને ફરીથી નામાંકિત કરવામાં આવ્યા છે તેમાં વડોદરાના રંજનબેન ભટ્ટ અને અમદાવાદ-પૂર્વના હસમુખ પટેલનો સમાવેશ થાય છે.

ભાજપે સાબરકાંઠામાંથી ભીખાજી ઠાકોર, ભાવનગરમાંથી નીમુબેન બાંભણિયા, વલસાડમાંથી ધવલ પટેલ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છોટા ઉદેપુરમાંથી જશુભાઈ રાઠવાને મેદાનમાં ઉતાર્યા છે. રાઠવા 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગયા હતા. હવે તેમને લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી આદિવાસી બહુલ બેઠક વલસાડમાં ભાજપે 38 વર્ષીય એન્જિનિયર ધવલ પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ધવલ હાલમાં પાર્ટીના એસટી મોરચાના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ઈન્ચાર્જ છે. એપ્રિલ-મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સિધ્ધપુરમાં જીએસટીના ઓફિસ બોયની લાંચ લેતા ધરપકડ

આ પણ વાંચો:રાજ્યમાં મનોરંજન પાર્કને લઈ સરકાર એક્શનમાં, કાયદાકીય મામલાઓ માટે કર્યું કમિટીનું ગઠન

આ પણ વાંચો:જ્યારે MLA ઠોકી રહ્યા છે તાલ, દિગ્ગજો કેમ કરી રહ્યા છે ના ? ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓને…

આ પણ વાંચો:બાળકો અને મહિલાઓમાં ડાયાબિટીસના કેસ ચિંતાજનક વધારો