Death/ પાટડી‌ વોકળામાં મોડી રાત્રે આધેડનો મૃતદેહ મળી આવ્યો

પોલીસ દ્વારા બોટલ કબજે કરી લેવામાં આવી હોવાની પણ માહિતી મળી હતી ત્યારે મૃતક નશો કરવા બેઠો હોય એને અગમ્ય કારણોસર પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ચર્ચા નગરમાં થવા પામી હતી.

Gujarat Trending

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડીના જેનાબાદ રોડ પર આવેલ વોકળામા પાણી ભરેલ ખાબોચિયામાં પાટડીના આધેડનો મૃતદેહ ૧૩મી માર્ચે મોડી રાત્રે મળી આવતા નગરમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ પાટડી જેનાબાદ રોડ પર આવેલ વોકળા પાસે રહેતી મહિલાઓ નજીકમાં કુદરતી હાજતે ગઈ હતી તે દરમિયાન કોઈ વ્યક્તિ બુમાબુમ કરતો હોવાનો અવાજ સંભળાતા મહિલા ભયભીત થઈ હતી અને પાટડીના સેવાભાવી યુવાન સાગર રબારી ટેલીફોનિક જણાવ્યું હતું સાગર રબારી તથા તેનો મિત્ર વોકળાના પુલ નીચે પહોંચ્યા હતા અને તપાસ કરી હતી.

તપાસ કરતા એક પાણી ભરેલ ખાડામાં કોઈ આધેડ ડુબાયેલ હાલતમાં પડેલો હોવાનું જોવા મળ્યુ હતું અને કોઈ હલચલ ન દેખાતા સાગર રબારી દ્વારા તુરંત પાટડી પોલીસને જાણ કરવામા આવી હતી. પાટડી પોલીસને જાણ કરતા પાટડી પોલીસ મથકના પી.એસ.આઇ એમ.બી.વિરજા સહિતનો સ્ટાફ બનાવ વાળી જગ્યાએ પહોંચ્યો હતો અને તપાસ કરતા આધેડ મૃત હોવાનું જણાઈ આવ્યું હતું.

મૃતક પાટડી નગરમાં આવેલ ગણેશ મંદિર પાસેના વિરમગામી વાસનો રહેવાસી હોવાનું જણાઈ આવતા પરિવારજનોને જાણ કરાઈ હતી અને ખાનગી વાહનમાં ખસેડવામાં આવ્યો હતો. પાટડીના આધેડ મૃતદેહ મળી આવ્યો હોવાની વાત વાયુવેગે નગરમાં પ્રસરતા પાટડી હોસ્પિટલ ખાતે ટોળા ઉમટી પડ્યા હતા. મૃતક પાસે વિદેશી દારૂની બોટલ તથા જરૂરી કાગળો મળી આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.

પોલીસ દ્વારા બોટલ કબજે કરી લેવામાં આવી હોવાની પણ માહિતી મળી હતી ત્યારે મૃતક નશો કરવા બેઠો હોય એને અગમ્ય કારણોસર પાણીમાં પડી જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ચર્ચા નગરમાં થવા પામી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો

આ પણ વાંચોઃ મોરબીમાં ફરી એકવાર સીરપનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચોઃ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના