sog/ સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ

સુરત બોગસ ડોક્ટરોનું હબ બન્યું છે. તેના પગલે એસઓજીએ ત્રણ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ બોગસ ડોક્ટરો ત્રણ જુદા-જુદા સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા. એસઓજીએ ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Top Stories Gujarat Surat

સુરતઃ સુરત બોગસ ડોક્ટરોનું હબ બન્યું છે. તેના પગલે એસઓજીએ ત્રણ બોગસ ડોક્ટરોની ધરપકડ કરી છે. આ બોગસ ડોક્ટરો ત્રણ જુદા-જુદા સ્થળો પર ક્લિનિક ચલાવતા હતા. એસઓજીએ ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બોગસ ડોક્ટરો અગાઉ હોસ્પિટલોમાં કમ્પાઉન્ડર તરીકે કામગીરી બજાવતા હતા. તેના પછી તેઓ ડીંડોલીમાં જુદા-જુદા સ્થળે ક્લિનિક ચલાવતા હતા. તેઓની ધરપકડ કરવામાં આવ્યા છે અને હવે તેમને રિમાન્ડ પર લેવા માટે કોર્ટમાં રજૂ કરાશે.

સુરતમાં આ પહેલા પણ ઇચ્છાપોર વિસ્તાર બોગસ ડોક્ટર બનીને ઇલાજ કરનારા ઝડપાયા હતા. આવા એક કે બે નહીં પણ પાંચ-પાંચ ડોક્ટરો ઝડપવામાં આવ્યા હતા. આ પાંચ બોગસ ડોક્ટરો દ્વારા છેલ્લા એક વર્ષ પહેલાં વધુ સમયથી લોકોનો ઇલાજ કરવામાં આવતો હતો, છતાં પણ લોકોને તેની ગંધ સુદ્ધા આવી ન હતી. તેઓ બાટલા ચઢાવવા સુધીની કામગીરી કરતાં હોવા છતાં પણ લોકોને તેની ખબર પડી ન હતી. પોલીસે પાંચેય આરોપીઓને પકડીને જેલના હવાલે કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ