Fraud/ અમદાવાદના દંપતીએ મહિલાને ચૂનો લગાવી કરોડોની ઠગાઈ કરી

સૂત્રો મુજબ મહેસાણામાં રહેતી આ વિધવા મહિલાની દીકરીને અમદાવાદના દંપતીએ તેમની ઓફિસમાં નોકરી પર રાખીને તેની સાથે સંબંધો કેળવ્યા હતા. આ….

Gujarat

Mahesana news: અમદાવાદમાં રહેતા એક દંપતીએ મહેસાણાની વિધવા મહિલા સાથે ઠગાઈ કરી હતી. શહેરનું આ દંપતી વિધવા મહિલાને પોતાના વ્યવસાયમાં ભાગીદાર બનાવવાની લાલચ આપીને અંદાજે 2.25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેને પગલે આરોપી દંપતી સામે મહેસાણા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રો મુજબ મહેસાણામાં રહેતી આ વિધવા મહિલાની દીકરીને અમદાવાદના દંપતીએ તેમની ઓફિસમાં નોકરી પર રાખીને તેની સાથે સંબંધો કેળવ્યા હતા. આ દંપતી અમદાવાદના મણિનગરમાં સાંઈ એન્ટરપ્રાઈઝ મેડિકલ નામની ઓફિસ ધરાવે છે. છેતરપિંડી કરનારા આ દંપતીએ મહિલાને પોતાના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ પણ આપી હતી.

વિધવા મહિલાનો વિશ્વાસ જીતીને દંપતીએ વિધવા મહિલા સાથે રૂપિયા 2.55 કરોડની ઠગાઈ કરી હતી. આ અંગે ભોગ બનેલી મહિલાએ મહેસાણાના બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમજ પોલીસે વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ, એક્ટિવ કેસ 53ને પાર, એકનું મોત

આ પણ વાંચો:રાજકોટ મહાનગર પાલીકા દ્વારા સંચાલીત પ્રાણી સંગ્રલાયમાં સફેદ વાધના બે બચ્ચાનો જન્મ થયો

આ પણ વાંચો:કોંગ્રેસમાં ગાબડા યથાવત્: સાબરકાંઠાના મહામંત્રી ડી.ડી.રાજપૂતે પક્ષ છોડ્યો

આ પણ વાંચો:ભાજપના નેતા અર્જુન મોઢવાડિયાનો રાસ રમતો વિડીયો વાયરલ

આ પણ વાંચો:ગુજરાતમાં સોનાએ 70,000ની ઐતિહાસિક સપાટી વટાવી