Loksabha Election 2024/ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત, કરશે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમટાઉનમાં 19 એપ્રિલ બાદ ચૂંટણી પ્રચાર કરવા આવશે. PM મોદી રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરશે.

Top Stories Gujarat

ગુજરાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના હોમટાઉનમાં 19 એપ્રિલ બાદ ચૂંટણી પ્રચાર કરવા આવશે. PM મોદી રાજ્યમાં લોકસભા ચૂંટણીમાં ઝંઝાવતી પ્રચાર કરશે. ગુજરાત મુલાકાત દરમ્યાન ચૂંટણી પ્રચાર માટે PM મોદી રોડ શો યોજવાની સંભાવના છે. લોકસભા ચૂંટણી દેશભરમાં સાત તબક્કામાં યોજાવાની છે. ત્યારે પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીમાં 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું મતદાન અને 1 જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન થશે. જયારે ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર થશે.

ગુજરાતમાં 7મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાશે. લોકસભા ચૂંટણી સાથે 7મે મંગળવારના રોજ ગુજરાતમાં પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. રાજ્યમાં 26 બેઠકો પર લોકસભા ચૂંટણી માટે મતદાન થશે. ભાજપ, કોંગ્રેસ અને આપ જેવા મહત્વના પક્ષોએ પોતાની મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ પક્ષોએ પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનરજી અને આપ પાર્ટીના ધુરંધરો ભાજપને હરાવવા મેદાને ઉતર્યા છે. ભાજપ પણ જીત મળશે જ તેવા વિશ્વાસ સાથે આદિત્યનાથ યોગી, અમિતશાહ, જે.પી.નડ્ડા અને રાજનાથ સિંહ જેવા સ્ટાર પ્રચારકો દ્વારા ધુઆંધાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે વડાપ્રધાન મોદી પણ લોકસભા ચૂંટણીના પ્રચારમાં કોઈ કચાશ ના રાખતા પોતે પણ પ્રચારમાં ઝંપલાવતા ઠેર-ઠેર જાહેરસભાઓ અને રોડ શો કરી રહ્યા છે. આ જ સંદર્ભમાં તેઓ પોતાના ગુજરાતમાં 19 એપ્રિલ બાદ મુલાકાત લઈ રહ્યા છે.

રાજ્યમાં અત્યારે રૂપાલા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગવા છતાં તેમની ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે. ક્ષત્રિય સમાજનો રોષ ગુજરાતથી બહાર નીકળ્યો છે અને દેશમાં અન્ય સ્થાનો પર સમાજનો લોકો ભાજપને મત નહિ આપવાની અપીલ કરી રહ્યા છે. આવા સમયમાં પીએમ મોદીની ગુજરાત મુલાકાત વધુ સૂચક પુરવાર થઈ શકે છે. સંભવત તેમની મુલાકાત બાદ સમગ્ર મામલો થાળે પડી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Supremecourt-Patanjali/પતંજલિના ભ્રામક જાહેરાતના કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, બાબા રામદેવ અને MD બાલકૃષ્ણે માંગી બિનશરતી માફી

આ પણ વાંચો: cm arvind kejrival/અરવિંદ કેજરીવાલ પંહોચ્યા સુપ્રીમ કોર્ટ, દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં  હાઈકોર્ટમાંથી ના મળી રાહત

આ પણ વાંચો: Airfare/ફ્લાઈટ્સ કેન્સલ થવા અને મુસાફરીની માંગમાં વધારાને કારણે હવાઈ ભાડામાં 20 થી 25 ટકાનો વધારો