sucied/ પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો

પહેલા લગ્નનો અંત આવતા બીજા લગ્ન કર્યા, બીજો પતિ વિકૃત હરકતો કરતો હતો

Gujarat Top Stories

Gandhinagar News :ગાંધીનગરના એક યુવક સાથે શાદીડોટકોમ નામની મેટ્રોમેનિયલ વેબસાઈટ દ્વારા લગ્ન કરનારી 20 વર્ષીયયુવતીએપતિની અઘટિત માંગણી અને શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ગાંધીનગરના પેથાપુરમાં રહેતી 20 વર્ષીય યુવતીના પ્રથમ લગ્ન 2020માં થયા હતા. જેમાં તેને એઢી વર્ષની દિકરી છે. પતિ સાથે મનમેળ ન હોવાથી તેમણે છુટાછેડા લીધા હતા. બાદમાં પરિણીતાએ મેટ્રોમોનિયલ વેબસાઈટના માધ્યમથી ઝુંડાલ ખાતે રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. તે પહેલા બન્ને પક્ષોની ચર્ચા થઈ હતી. જેમાં અગાઉના સાસરીવાળા દિકરીની સિક્યુરિટી પેટે 20 લાખ ફિક્સ ડિપોઝીટ પૈસાની વ્યવસ્થા મુજબ મુકે તેમ નક્કી થયું હતું.

બાદમાં નવેમ્બર 2023 માં યુવતીએ ઝુંડાલના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હતા. પતિએ અઢી વર્ષની દિકરીને પણ સ્વીકારી હતી. લગ્નના થોડા સમય બાદ સાસુ સસરા અને પતિ નાની નાની વાતોમાં ટોર્ચર કરતા હતા. સાથે દહેજની પણ માંગમી કરતા હતા.

બીજીતરફ પતિનું વર્તન પણ બદલાઈ ગયું અને તે અકુદરતી સેક્સની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો. સાસરીયાઓનો ત્રાસ વધતા પરિણીતા પિયરમાં જતી રહી હતી. જેથી મામલો શાંતિથી હલ કરી શકાય. પરંતુ પતિએ પત્ની ઘરમાંતી પૈસા લઈને ભાગી ગઈ હોવાના ખોટા મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ કર્યા હતા. જેને કારણે અંતે કંટાળીને પત્નીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  જેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.  આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને સસરા વિરૂધ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના