Surat Case/ સુરતમાં નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

તાંત્રિકે વશીકરણની વિધી કરી 2.53 લાખ પડાવ્યા

Gujarat Surat

 Gujarat news : સુરતમાં નોકરીની લાલચ આપીને એક યુવકે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ યુવકની ચુંગાલમાંથી બચવા યુવતી એક ચાંત્રિક પાસે જતા ચાંત્રેકે તેની સાથે 2.50 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે યુવક અને તાંત્રિક સહિત ત્રણ જણા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આ ઘટના બની હતી. જેમાં એક ભાવેશ બલદાણીયા નામના યુવકે યુવતીને નોકરીની લાલચ આપીને તેને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તે આ યુવતીને નોકરી અપાવવાના બહાના બતાવીને અલગ અલગ ઠેકાણે લઈ ગયો હતો. જ્યાં તે યુવતી સાથે દુષ્કર્મ આચરતો હતો. આ કૃત્યમાં ભાવેશને તેની બહેન પણ મદદ કરતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

બીજીતરફ આરોપી ભાવેશના કરતૂતોથી કંટાળી ગઈ હતી. ભાવેશની ચુંગાલમાંથી બચવા તે એક તાંત્રિક પાસે ગઈ હતી. પરંતું તાંત્રિકે  વશીકરણની વિધી કરીને યુવતી પાસેથી રૂ. 2.53 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

અંતે યુવતીએ ભાવેશ, તેની બહેન અને તાંત્રિક વિરૂધ્ધ ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે ભાવેશ બલદાણીયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Bhavnagar District/ત્રણ દિવસથી ગુમ બાળકની મળી લાશ, પરિવાર પર તૂટ્યો દુઃખનો પહાડ

આ પણ વાંચો: Vadodara/પ્રસિદ્ધ ઈસ્કોન મંદિરને તસ્કરોએ બનાવ્યું નિશાન, ગર્ભગૃહમાં થઈ લાખોની ચોરી

આ પણ વાંચો: Gujarat Weather/હવામાન વિભાગની આગાહી, 3 દિવસ ઘણા જીલ્લાઓમાં વરસાદ પડશે

આ પણ વાંચો: જામનગર/જામનગર નજીક જાંબુડા પાટીયા પાસે અકસ્માતમાં ત્રણ લોકોના મોત