Dwarka Accident/ દ્વારકા-પોરબંદર હાઇવે પર અકસ્માતમાં બેના મોત

દ્વારકા પોરબંદર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં બેના મોત થયા છે. કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગઇકાલે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલકે બેફામ કાર ચલાવી સાઇડમાં બાઇક ચલાવી રહેલા બાઇક સવારને હડફેટે લીધા હતા.

Gujarat Others Trending Breaking News

દ્વારકાઃ દ્વારકા પોરબંદર હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં બેના મોત થયા છે. કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ગઇકાલે મોડી રાત્રે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારચાલકે બેફામ કાર ચલાવી સાઇડમાં બાઇક ચલાવી રહેલા બાઇક સવારને હડફેટે લીધા હતા.

તેના લીધે બાઇક પર સવાર બંને યુવકોના કમકમાટીભર્યા મોત થયા હતા મૃતકો ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.  અકસ્માતના પગલે સ્થાનિકો તરત જ દોડી આવ્યા હતા. તાત્કાલિક 108ને બોલાવવામાં આવી હતી.

ઘટનાની જાણ થવાના પગલે સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને તેણે અકસ્માત ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. તેની સાથે મૃત્યુ પામેલાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આ ઉપરાંત પોલીસે અકસ્માત કરનારી કારને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની ભવ્ય ઉજવણી

આ પણ વાંચોઃ વડોદરામાં રામનવમીની નીકળશે શોભાયાત્રા

આ પણ વાંચોઃ વલસાડના પારડી નેશનલ હાઇવે પર અકસ્માત, એકનું મોત અને એક ઇજાગ્રસ્ત