Harayana News : હરિયાણાના રાજકારણમાં મંગળવારે મોટો ફેરફાર જોવા મળ્યો હતો. અહીંના ત્રણ અપક્ષ ધારાસભ્યોએ આજે કોંગ્રેસને પોતાનું સમર્થન આપી દીધું હતું. આ ત્રણેય વિધાનસભ્યો પહેલા ભાજપ સાથે હતા. તે સિવાય ત્રણેય વિધાનસભ્યોએ ભીજપની પ્રદેશ સરકારતી પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. આ સાથે જ રાજ્યમાં ભાજપની નાયબ સરકાર લધુમતીમાં આવી ગઈ છે. સમર્થન પરત લેનારા વિધાનસભ્યોમાં દાદરીના સોમબીર સાંગવાન, નીલાખેડીથી ધર્મપાલ ગોંદર અને પુંડરીથી રણધીર ગોલનનો સમાવેશ થાય છે.
જેને પગલે ભુપેન્દ્ર સિંહ હુડ્ડા અને પ્રદેશ અધ્યક્ષ ઉદયભાનએ અપક્ષ વિધાનસભ્યો દ્વારાર કોંગ્રેસને સમર્થન આપવા સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યારે બાદશાહપુરથી વિધાનસભ્ય રાકેશ દૌલતાબાદ પણ પોતાનું સમર્થન કોગ્રેસને આપી શકે છે. જોકે તે પ્રેસ કોન્ફરન્સમાં પહોંચ્યા ન હતા. એવું નામવામાં આવે છે કે આ તમામ વિધાનસભ્યો એવા છે જે મંત્રીમંડળમાં જગ્યા ન મળતા ઘણા દિવસોથી ભાજપથી નારાજ હતા. અંતે આ તમામ અપક્ષ વિધાનસભ્યોએ આજે મંગળવારે કોંગ્રેસ પાર્ટીને પોતાનું સમર્થન આપવાનું એલાન કરી દીધું હતું.
આ વિધાનસભ્યોનું કહેવું છે કે ભાજપ સરકારની નિતી જન વિરોધી રહી છે. તેને કારણે તેમણે કોંગ્રેસને બહારથી સમર્થન આપવાનો નિર્ણય કર્યો હતો. હવે તેઓ કોંગ્રેસને પૂર્ણ રૂપે સમર્થન આપવાનું કામ કરશે. કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાને કહ્યું કે ભાજપ સરકાર જેજેપી અને અપક્ષ વિધાનસભ્યોના સમર્થનમાં સરકાર ચલાવી રહી હતી, પરંતુ આજે ભાજપની પ્રદેશ સરકાર લઘુમતીમાં છે. પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવું જોઈએ. તેમને હવે સરકારમાં રહેવાનો કોઈ અધિકાર નથી. પીર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે ત્રમ અપક્ષ વિધાનસભ્યોએ કોંગ્રેસને સમર્થન આપ્યું છે. આ જન સમર્થમાં લેવાયેલો નિર્ણય છે. કોંગ્રેસ પ્રદેશમાં સતત મજબૂત થઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણા વિધાનસભા 90 વિધાનસભ્યો વાળી વિધાનસભા છે. હાલમાં વિધાનસભામાં 88 વિધાનસભ્યો છે. જેમાં ભાજપના 40, કોંગ્રેસના 30 અને જેજેપીના 10 વિધાનસભ્યો છે. તે સિવાય હરિયાણા લોકહિત પાર્ટી (હલોપા)ના એક અને ઈનેલોના એક વિધાનસભ્યનો સમાવેશ થાય છે. ઉપરાંત 6 અપક્ષ વિધાનસભ્યો પણ વિધાનસભામાં છે. હાલમાં બીજેપી અને જેજેપીનું ગઠબંધન તૂટી ગયું છે. ભાજપથી નારાજ ત્રણ અપક્ષ વિધાનસભ્યોના કોંગ્રેસને સમર્થનથી બીજેપીની પ્રદેશ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. હવે બીજેપી પાસે 40 પોતાના વિધાનસભ્યો અને 3 અન્ય વિધાનસભ્યોનો સાથ છે.
આ પણ વાંચો:રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જશે, જલ્દીથી મતદાન કરી લો…
