uttarpradesh/ એક જપરિવારમાં છ હત્યા અને આપઘાતનો દાવો

સીતાપુરમાં થયેલા આ કાંડમાં છઠ્ઠા મોતને પગલે પોલીસ મુકાઈ મુઝવણમાં

Top Stories India

Uttarpradesh News : એક ઘરમાં છ હત્યા થાય છો. પોલીસ ઘટનાસ્થળે પહોંચે છે અને તપાસ બાદ જણાવે છે કે તેમાં પાંચ હત્યા થઈ છે. જ્યારે છઠ્ઠા શખ્સે પાંચ જણાની હત્યા કર્યા બાદ પોતે આપઘાત કરી લીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ છઠ્ઠા શખ્સે પોતાના માથામાં બે ગોળી મારી હતી તે પહેલા હથોડાથી માતામાં વાર પણ કર્યા હતા. જોઈએ કેવી રીતે સર્જાયો આ હત્યાકાંડ.

ઉત્તરપ્રદેશના સીતાપુરના એક નાના ગામ પાલ્હાપુરમાં 11 મેંના રોજ એક જ પરિવારના છ જણાના મોત થયા હતા. જેમાં ઘરના પુત્ર, પત્ની, માતા, અને ત્રમ બાળકોનો સમાવેશ થતો હતો. પોલીસને પણ આ બનાવ પાંચ જણાની હત્યા બાદ થયેલી આત્મહત્યાનો હોવાનું જણાયું હતું. જેમાં પુત્રે જ હત્યાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પુત્ર માનસિક રીતે પરેશાન હોવાનું બહાર આવ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિવારના પાંચ જણાની હત્યા કરીને પુત્રએ પોતાના માથામાં બે ગોળી મારીને આપઘાત કર્યો હોવાનું જણાયું હતું. માથા પર હોથોડાના નિશાન પણ હતા. પરંતું એવું શક્ય છે કોઈ પોતાના માથામાં એક એક કરીને બે ગોળી મારી શકે ?

11 મેના રોજ પાલ્હાપુર ગામના રહીશોએ જોયું તો એક ઘરની સામે ત્રણ બાળકો જમીન પર તરફડી રહ્યા હતા અને ચીસો પાડી રહ્યા હતા. જેમાં 12 વર્ષની બાળકી આરના, 8 વર્ષનો તેનો ભાઈ આદ્વિક અને નાની બહેન અરવીનો સમાવેશ થતો હતો. લોહીથી લથપથ બાળકોને શું થયું છે તે લોકોને ખ્યાલ ન આવ્યો. ત્રણેય બાળકોના હાથ પગ તુટેલા હતા. કેટલાક લોકોએ ઘરની અંદર જઈને તપાસ કરી તો અંદર ત્રણ જણાના મૃતદેહ પડ્યા હતા. જેમાં ઘરના મોટા દિકરા અનુરાગ સિંહ, તેની પત્ની પ્રિયંકા અને અનુરાગની માતા સાવિત્રી દેવીનો સમાવેશ થતો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસેને ત્યાં અનુરાગનો નજીકમાં જ રહેતો ભાઈ અજીત સિંહ મળ્યો હતો. જોકે તેને બનાવ અંગે કોઈ માહિતી ન હતી. તેને ફક્ત એટલી ખબર હતી કે બનાવની રાત્રે અનુરાગને તેની પત્ની સાથે જોરદાર ઝઘડો ચાલતો હતો. પરંતુ ત્રણ બાળકો સાથે છ જણાના મોતને કારણે રહ્સ્ય ફેલાયેલું હતું.

પોલીસે અજીત સિંહ સાથે ગામના લોકોની પણ પુછપરછ કરી હતી. પ્રાથમિક તપાસમાં માનસિક રીતે પરેશાન રહેતો અનુરાગે જ તેની માતા, પત્ની અને ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ માથામાં ગોળી મારીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. કહેવાય છે કે અનુરાગને નશાની આદત હતી. નશાની આદત, ડિપ્રેશન અને ઘરેલુ ઝઘડાને કારણે તેણે ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાયું હતું.

શરૂઆતની તપાસમાં અનુરાગ સિંહ અને તેની પત્ની પ્રિયંકાના માથામાં ગોળી વાગવાના નિશાન મળ્યા હતા. જ્યારે માતા દેવી અને બાળકોની હથોડા મારીને હત્યા કરાઈ હોવાનું જણાયું હતું. જોકે પોલ્સટરિપોર્ટમાં અનુરાગના માથામાં ગે ગોળી વાગી હોવાના નિશાન મળ્યા હતા. તેના માથામાં હથોડાના નિશાન પણ મળ્યા હતા. કોઈ વ્યક્તિ પોતાના માથામાં બે ગોળી કેવી રીતે મારી શકે, સાથે માથામાં હથોડા મારીને કેવી રીતે જીવ આપી શકે ? પરંતુ આ મામલો મર્ડર કમ સ્યુસાઈડનો ન હતો પરંતુ ફક્તહત્ના હતો. જેને કોઈ બીજાએ અંજામ આપ્યો હતો.

આ બનાવમાં હત્યા માટે કાતિલે બંદૂક સિવાય હથોડાનો પણ ઉપયોગ કર્યો હતો. ઉપરાંત ત્રણેય બાળકોને બે માળના મકાનની છત પરથી નીચે ફેંકી દીધા હતા. પરંતુ સવાલ એ છે કે અડધી રાત્રે આ બનાવ બન્યો ત્યાં સુધી કોઈને ખબર કેમ ન પડી.

ઘટનાસ્થળે પહોંચેલા સ્થાનકોનું કહેવું છે કે તેમણે બાળકોને આ હાલતમાં જોઈને તેમને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જોકે બે બાળકોને મૃત ઘોષિત કરાયા હતા જ્યારે ત્રીજો બાળક ડજીવતો હતો પરંતુ બાદમાં તેનું પણ મોત થયું હતું. ઘરના પહેલા માળેથી અનુરાગનો મૃતદેહ મળ્યો હતો જેને ગોળી અને હથોડાથી મારવામાં આવ્યો હતો. જ્યારે તેની માતાની તેના જ રૂમમાં હત્યા કરાઈ હતી. જોકે આ મામલો લૂંટ કે ચોરીને ન હતો.

પરંતુ અનુરાગના લખનૌમાં રહેતા સાળા અંકિતે આ ઘટના પરથી પડદો ઉઠાવ્યો હતો. અંકિતનું માનીએ તો બાપદાદાની મિલ્કતની લાલચમાં અનુરાગના નાના ભાઈ અંકિતે જ આ તમામ હત્યા કરી હતી. અંકિતે આ મામલે પોલીસને લેખિતમાં પત્ર આપીને પોતાના બનેવીના ભાઈ અજીત પર હત્યાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે આ હત્યામાં અન્ય લોકો પણ સામેલ હોઈ શકે ચે. અંકિતે કહ્યું કે અનુરાગને પોતાના ભાઈ અજીત સાતે પ્રોપર્ટીને લઈને વિવાદ ચાલતો હતો અને તેને કારણે જ તેણે આ હત્યાઓ કરી હતી.

બનાવ બાદ જ્યારે ગામના લોકોએ બાળકોને હોસ્પિટલ પહોંચાડવા અજીત પાસે તેની કારની ચાવી માંગી હતી પણ તેણે ચાવી આપવાનો ઈન્કાર કરી દીધો હતો જેથી બાળકોના મોત થઈ જાય. અંકિતે સીતાપુર પોલીસની કાર્યશૈલી પર પણ સવાલ ઉભા કર્યા હતા. તેણે કહ્યું કે પોસ્ટમોર્ટમ વગર અને સમગ્ર બનાવનું સત્ય જાણ્યા વિના સીતાપુર પોલીસ ઉતાવળમાં એવા નિર્ણય પર કેવી રીતે પહોંચી ગઈ કે અનુરાગ સિંહે જ સમગ્ર પરિવારની હત્યા કરીને આપઘાત કરી લીધો ? જ્યારે અનુરાગના માથામાં ગોળીના બે નિશાન મળ્યા હતા.

ફોરેન્સિક ર્પોર્ટ મુજબ અનુરાગના માથામાં ગોળીના બે નિશાન મલ્યા હતા. એક ગોળી માથાની અંદર મળી હતી. બન્ને ગોળીઓ .313 બોરના તમંચાની છે. જ્યાંથી ગોલી માથામાં ઘુસી હતી ત્યાં કાળા ડ઼ાઘ દેખાતા હતા. તેનો મતલબ અનુરાગને નજીકથી ગોળી મારવામાં આવી હતી. તે સિવાય તેના માથામાં હતોડાના નિશાન મળ્યા હતા. તેનો મતલબ કાતિલ અનુરાગને કોઈ કિંમતે જીવતો છોડવા માંગતો ન હતો.

એ જ પ્રમાણે પત્ની પ્રિયંકાને એક ગોળી માર્યા બાદ તેનો ચહેરો પણ કચડી નાંખવામાં આવ્યો હતો.જ્યારે અનુરાગની માતા સાવિત્રી દેવીના માથામાં પણ ઈજાના નિશાન હતા. બાળકોને પણ કાતિલ મારવા ઈચ્છતો હતો. જેમાં એક બાળકીને ગોળી મારી અને બાકીના બાળકો સાથે તેને પણ છત પરથી નીચે પેંકી દીધી હતી.

પોલીસને પ્રિયંકાના હાથ પાસેતી હથોડો મળ્યો હતો. જ્યારે તમંચો અનુરાગની લાશથી દૂર બેડ પાસે પડેલો હતો. જો આ બનાવ હત્યા અને આપઘાતનો હોય તો પ્રિયંકાના હાથ પાસે હથોડો ક્યાંતી આવ્યો. જેને મતલબ હત્યારાએ સીન એફ ક્રાઈમ ને ફેબ્રિકંટ કરવાનો પુરો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસની તપાસમાં અડચણ ઉભી થાય.

અનુરાગના પરિવારની વાત કરીએ તો અનુરાગ ગામમાં જ રહીને અંદાજે 100 વીઘા જમીન પર ખેતી કરતો હતો. જ્યારે તેની પત્ની પ્રિયંકા લખનૌમાં એક ઈંશ્યોરન્સ કંપનીમાં કામ કરતી હતી. પ્રિયંકાએ લખનૌમાં એક ફ્લેટ ખરીદી રાખ્યો હતો અને ત્રણેય બાળકો પ્રિયંકા સાથે રહેતા હતા. અવારનવાર તે ગામમાં બાળકોને લઈને આવતી હતી. અનુરાગના પિતાનું પહેલા જ મોત થઈ ચુક્યું હતું. જ્યારે ઘરમાં અનુરાગની વૃધ્ધ માતા અને ભાઈ અજીત રહેતા હતા. જે ગામમાં તેના ઘરની નજીક જ રહેતો હતો.

અજીતે પોલીસને કહ્યું કે તેના ભાઈ અનુરાગ પાસે નોકરી ન હતી અને તે પરેશાન રહેતો હતો. તેને અવારનવાર પત્ની પ્રિયંકા સાથે ઝઘડો થતો હતો. તેને કારણે જ તેણે આ ઘટનાને અંજામ આપ્યો હશે. જોકે પડોશીઓનું કહેવું છે અનુરાગ અને પ્રિયંકા તેમના બાળકોને ખૂબ પ્રેમ કરતા હતા. તે આવું  ન કરી શકે.

આટલી મોટી ઘટના છતા પડોશીઓને જાણ કેમ ન થઈ તે અજીબ વાત છે. કદાચ હત્યા પહેલા મૃતકોને કોઈ નશીલો પદાર્થ અપાયો હોય તેવું બની શકે. હાલની તપાસમાં તો બનાવ હત્યા અને આપઘાતનો નથી લાગતો. જોકે છ જણાની હત્યા કરનારા કોણ છે અને હત્યાનું કારણ શું છે તેની પોલીસ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીએ આજે પુષ્ય નક્ષત્રમાં વારાણસીથી ભર્યું નામાંકન ફોર્મ, બાદમાં પાર્ટી કાર્યકર્તાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: યમુનોત્રીમાં ભક્તોની ભીડ વધતા તંત્ર થયું સતર્ક, ગંગોત્રીમાં સુરક્ષાને લઈને તીર્થયાત્રીઓને રસ્તામાં રોક્યા

આ પણ વાંચો: CM એકનાથ શિંદે નોટોથી ભરેલ બેગ હેલિકોપ્ટરમાં નાસિક લઈ ગયા, સંજય રાઉતનો ગંભીર આરોપ