Loksabha Electiion 2024/ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે રાહુલ ગાંધી ઓડિશામાં બાઈક રેલી અને જાહેરસભા કરશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઓડિશાના બોલાંગીરમાં ચૂંટણી પ્રવાસ પર છે. બોલાંગીર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સમરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રાહુલ અહીં બાઇક રેલી અને જાહેર સભા કરશે.

Top Stories India

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે ઓડિશાના બોલાંગીરમાં ચૂંટણી પ્રવાસ પર છે. બોલાંગીર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સમરેન્દ્ર મિશ્રાએ કહ્યું કે રાહુલ અહીં બાઇક રેલી અને જાહેર સભા કરશે. રાજ્યમાં રાહુલની આ ત્રીજી રેલી હશે. આ પહેલા 3 મેના રોજ તેમણે રાયગઢમાં વર્ચ્યુઅલ રેલી કરી હતી. તે પહેલા 28 એપ્રિલે તેમણે કેન્દ્રપરામાં રેલી કરી હતી. કેન્દ્રપારા ખાતેની રેલીમાં તેમણે કહ્યું હતું કે ઓડિશામાં ભાજપ-બીજેડીના લગ્ન થયા છે. ‘દિલ્લીવાલે અંકલ’ અને નવીન બાબુએ આ લગ્નમાં ઓડિશાના લોકોને ‘PAANN’ આપ્યું છે. PAANN એટલે… PA- પાંડિયન (નવીન પટનાયકના નજીકના IAS અધિકારી), A- અમિત શાહ, N- નરેન્દ્ર મોદી, N- નવીન પટનાયક. તેઓએ મળીને તમારા પૈસા લૂંટ્યા છે.

પીએમ મોદી પર સાધ્યું નિશાન

રાહુલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક વચ્ચે ગઠબંધન છે. પીએમ મોદીએ કેન્દ્રમાં 22-25 અબજપતિઓની સરકાર ચલાવી હતી. નવીન બાબુ આ જ કામ ઓડિશામાં કરી રહ્યા છે. તેનો પૂરેપૂરો લાભ માત્ર મુઠ્ઠીભર લોકોને જ મળે છે અને બાકીની જનતા જોતી જ રહે છે. 3 મેની રેલીમાં, રાહુલે ઓડિશા માટે 5 ગેરંટીની ગણતરી કરી હતી. તેમણે કહ્યું- ઓડિશામાં મહિલાઓને દર મહિને રૂ. 2,000, બેરોજગાર યુવાનોને દર મહિને રૂ. 3,000, મફત વીજળીના 200 યુનિટ, રૂ. 500માં ગેસ સિલિન્ડર અને ડાંગર માટે રૂ. 3,000 પ્રતિ ક્વિન્ટલ.

ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની
ચૂંટણીઓ પણ યોજાવાની છે. લોકસભાની 21 બેઠકો છે જેના માટે ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા તબક્કામાં 13 મે, 20 મે, 25 મે, 1 જૂનના રોજ ચૂંટણી યોજાશે. રાજ્યની 147 વિધાનસભા બેઠકો માટે પણ 13 મેથી 1 જૂન વચ્ચે મતદાન થશે. બંને ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. જણાવી દઈએ કે નવીન પટનાયક 2000 થી ઓડિશાના મુખ્યમંત્રી છે. ઓડિશામાં લોકસભાની 21 અને વિધાનસભાની 147 બેઠકો છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી માટે અહીં ચાર તબક્કામાં 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ મતદાન થઈ રહ્યું છે. રાજ્ય 5 માર્ચ, 2000 થી નવીન પટનાયકના નેતૃત્વમાં બીજુ જનતા દળ (બીજેડી) સરકાર હેઠળ છે.

2019ની વિધાનસભા ચૂંટણીમાં BJDએ 146માંથી 112 બેઠકો, ભાજપને 23 અને કોંગ્રેસને 9 બેઠકો મળી હતી. લોકસભાની ચૂંટણીમાં બીજેડીએ 12 અને બીજેપીએ 8 સીટો પર જીત મેળવી હતી. કોંગ્રેસને માત્ર એક જ બેઠક મળી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત