Not Set/ સુરત પોલીસે બાળકી સાથે અડપલાં કરનારા આધેડની ધરપકડ કરી

પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ત્રણ બાળકીઓ સાથે એક આધેડે અડપલાં કર્યા હતાં. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે શારીરિક અડપલાં કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Surat

@પૂજા નિષાદ

સુરતઃ પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ત્રણ બાળકીઓ સાથે એક આધેડે અડપલાં (Harrasment) કર્યા હતાં. આ અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે શારીરિક અડપલાં કરનારને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાંડેસરા વિસ્તારમાં (Pandesara) એપાર્ટમેન્ટમાં રહેતી એક છ વર્ષની એક સાત વર્ષની અને એક આઠ વર્ષની એમ કુલ ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં.જેથી આ અંગે બાળકીઓના વાલીઓ સહિતનાએ પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી પાંડેસરા પોલીસે વિજય ભગવાનભાઈ ઇંગળેને ઝડપી પાડ્યો હતો. વિજય ઈંગળેએ બાળકીઓને ગાલના ભાગે કિસ કરી હતી.

વિજય ઈંગળેએ બિલ્ડીંગમાં રહેતી ત્રણ બાળકીઓને અડપલાં કર્યા હતા. આ અંગે સ્થાનિકોએ પોલીસમાં અરજી આપી હતી. સાથે જ આકરા પગલાં લેવાની માગ કરી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. જો કે, સમગ્ર મામલે આરોપીએ લૂલો બચાવ કર્યો હોવાનું સામે આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદ્યાર્થીઓને ધોરણ 11માં એડમિશન મળશે કે નહીં? વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર!

આ પણ વાંચો: આજથી ત્રણ દિવસમાં કમોસમી વરસાદ ત્રાટકશે

આ પણ વાંચો: ગુજરાતમાં હાર્ટએટેકથી બે દિવસમાં છનાં મોત