અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ વધવા લાગ્યું છે. એક સમયે શહેર શાંતિ અને સુરક્ષાની રીતે સલામત માનવામાં આવતું હતું. ત્યાં છેલ્લા કેટલાક સમયમાં ઠગાઈ, હુમલા, ડ્રગ્સની હેરાફેરી, દુષ્કર્મ અને હત્યાના બનાવો વધી રહ્યા છે. પોલીસ સ્ટેશનમાં આવા ગુનાઓની ફરિયાદોનો ઢગલો થઈ રહ્યો છે. લોકોમાં આક્રોશની સાથે ગુનાહીત માનસિકતા પણ વધી છે. આજકાલ લોકો નજીવી તકરારમાં પોલીસ ફરિયાદ કરવા લાગ્યા છે. અને પોલીસમાં આવી ફરિયાદોની ફાઈલોની ભરમાર થઈ રહી છે.
ઠગાઈના બનાવો વધ્યા
ચાંદખેડામાં એક દંપતિ સામે ફરિયાદ નોંધાઈ. દંપતિ સામે એક નિવૃત સરકારી કર્મચારીએ ફરિયાદ નોંધાવી. આ ફરિયાદ મુજબ આ દંપતિએ નિવૃતિ પછી રોકાણમાં નફાની લાલચ આપી તેમની સાથે 25 લાખની ઠગાઈ કરી હતી. આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. ચાંદખેડામાં જ બનેલ એક બીજા બનાવમાં ડિલિવરી બોય બાખડતા બબાલ થતા હંગામો મચ્યો. ચાંદખેડા વિસ્તારમાં આવેલ એક પિઝા સ્ટોર બહાર સામાન્ય મજાક કરવા જતા ડિલિવરે બોયે અન્ય યુવાન પર હુમલો કર્યો. ડિલિવરી બોય દ્વારા તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા યુવક ગંભીર રૂપે ઘાયલ થયો. ઇજાગ્રસ્ત યુવકે ડિલિવરી બોય સામે ચાંદખેડા પોલીસમાં ફરિયાદ નોંધાવી.
શહેરમાં અન્ય એક કિસ્સામાં મિત્રએ જે મિત્ર સાથે રોકાણના નામે ઠગાઈ કરી હતી. એક મિત્રએ પોતાના મિત્રને બિઝનેસમાં રોકાણ કરવાનું કહેતા 72 લાખ રૂપિયા લીધા. ક્રેડિટ કાર્ડ સ્વાઇપના બિઝનેસ કરી કમાણી કરવાના ઇરાદાથી લાખો રૂપિયા લીધા. અંતે બિઝનેસમાંથી કોઈ લાભ ના થતા આ મિત્રએ મિત્ર વિરુદ્ધ ઠગાઈની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. આ સિવાય ઠગાઈના અન્ય એક કિસ્સામાં મેનેજરે કંપની સાથે ઠગાઈ કરી હોવાની માહિતી સામે આવી. કંપનીના મેનેજરે 40 લાખનો માલ બારોબાર વેચી તેમજ કંપનીના નામે ખોટા બિલ પણ બનાવી ઠગાઇ કરી. આ કંપની એન્ટીક વસ્તુઓનું વેચાણ કરતી હતી. જ્યારે કંપનીના મેનેજર દ્વારા આવી એન્ટીક વસ્તુઓ બારોબાર વેચાણ કરી દેવામાં આવતું હતું. આથી કંપનીએ પોતાના મેનેજર સામે આ પ્રકારની ગેરીરિતીના વેચાણ મામલે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
વૃદ્ધને કર્યા બ્લેકમેલ
લોકોમાં ટૂંકા રસ્તે કમાણી કરવાની દાનત એટલી હદે ખરાબ થઈ છે કે તેઓ કોઈપણ રસ્તો અપનાવવા લાગ્યા છે. તાજેતરમાં એક વૃધ્ધ સાથે 2.50 કરોડની ઠગાઇ થઈ હોવાનું સામે આવ્યું. વૃદ્ધ સાથે કરોડોની છેતરપિંડી કરનારા આચરનાર આરોપીના જામીન સેશન્સ કોર્ટ ફગાવી દીધા. આરોપીએ કમાણી કરવા વૃદ્ધનો ન્યૂડ વીડિયો રેકોર્ડ કર્યો હતો અને તેમને બ્લેકમેલ કરતો હતો. વૃદ્ધની ફરિયાદ બાદ આરોપીની અટકાયત કરવામાં આવી. જ્યારે આરોપીએ જમાનતની અરજી કરી ત્યારે સેશન્સ કોર્ટે આ અરજી નામંજૂર કરી.
આ પણ વાંચો:અમદાવાદ-મુંબઈ રૂટ પર વધુ એક વંદે ભારત દોડશે
આ પણ વાંચો:ગુજરાતમાં આગામી 5 દિવસ ઓરેન્જ એલર્ટ, ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
આ પણ વાંચો:તમામ જીલ્લાઓમાં 1 ફેમિલી કોર્ટ શરૂ કરવા હાઈકોર્ટનો નિર્દેશ
