ગુજરાત/ પાલિકાએ BU સર્ટિફિકેટ ના હોવાથી કાપડ માર્કેટોને કરી સીલ, વેપારીઓએ કર્યો વિરોધ

સુરતમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાને કારણે પાલિકાએ કાપડ માર્કેટોને સીલ કરી છે, જેથી સીલના કારણે માર્કેટના ઘણા વેપારીઓએ મનપા ની આ પ્રક્રિયાને લઈને વાંધો ઉઠાવ્યો છે,

Top Stories Gujarat Surat

@ પૂજા નિષાદ

સુરત : ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાને કારણે પાલિકાએ કાપડ માર્કેટોને સીલ કરી છે, જેથી સીલના કારણે માર્કેટના ઘણા વેપારીઓએ મનપા ની આ પ્રક્રિયાને લઈને વાંધો ઉઠાવ્યો છે, સીલ થયેલી કાપડ માર્કેટો ફરી ખોલવા વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે.

ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાને કારણે પાલિકાએ કાપડ માર્કેટોને સીલ કરી છે. જેથી માર્કટોની એનઓસી અને બીયુસીની પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરી શકે અને રીઓપન કરી શકે તે માટે માંગ કરવામાં આવી રહી છે, સુરતમાં દેશની સૌથી મોટી ટેક્સટાઈલ માર્કેટ છે, જેમાં બહારગામના વેપારીઓ માર્કેટમાં માલ ખરીદવા માટે આવતા હોય છે, સીલિંગના કારણે માલની આવક જાવક અટકી ગયું છે, સીલિંગ થવાથી માર્કેટમાં કામ કરતાં લોકોની રોજીરોટી પર વિપરીત અસર થઈ રહી છે. આ ઉપરાંત વેપારીઓના રોજબરોજના કાર્યો પણ અટકી પડ્યા છે, જેથી જે કાપડ માર્કેટો સીલ થઈ છે તેને ફરી ખોલવા માટે ચોક્કસ ગાઈડલાઈન પ્રમાણે ફરી રીઓપન કરવા માંગ કરવામાં આવી રહી છે, જેથી વહેલી તકે ફાયર એનઓસી અને બીયુસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે. પરંતુ પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની ગઇડલાઇન અથવા ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યું છે, પાલિકામાં ધક્કો ખાવા વેપારીઓ હાલ મજબુર બન્યા છે, પાલિકા દ્વારા રાતોરાત સીલિંગની કામગીરી હાથ ધરાઈ હતી વગર ડોક્યુમેન્ટ જોયા સીલ મારવામાં આવ્યું તેવા આક્ષેપ કરાયા હતા, જેથી હવે વેપારીઓ રસ્તા પર ઉતરી વિરોધ દર્શાવ્યો હતો અને પાલિકા તથા તંત્ર વિરુદ્ધ હાય હાય ના નારા લગાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોટાદના ગઢડામાં બેન્ક ઓફ બરોડામાં ખેડૂતોનો હોબાળો

આ પણ વાંચો: મોટા વરાછા વિસ્તારમાં વેપારીઓએ કર્યો વિરોધ, NOC મળ્યા બાદ પણ નથી ખોલ્યા દુકાનોના સીલ

આ પણ વાંચો: વડોદરામાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ

આ પણ વાંચો: સુરતમાં હાઈકોર્ટના કડક વલણ બાદ 250 જેટલી શાળાઓને કરાઇ સીલ