બનાસકાંઠા: પાલનપુર નજીક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં કેટલાકને ગંભીર ઈજા પંહોચી જ્યારે કેટલાક લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ પાલનપુર નજીક ભારકાવાડા પાસે ટ્રેલર ,ટ્રક અને ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો. ટ્રિપલ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા. જ્યારે ઘાયલ થયેલ લોકોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ટ્રિપલ અકસ્માતમાં મૃતકોના મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડાયા.
પાલનપુર નજીક ભારકાવાડા પાસે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક બાળકીનું માથું છુંદાઈ ગયું હતું. જ્યારે આ અકસ્માતમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. જ્યારે ઈજા પામેલ 2 લોકોને સ્થાનિક લોકોની મદદથી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પાલનપુર હાઈવે પર ટ્રક, ટ્રેલર અને કારનો ભયંકર ટ્રિપલ અકસ્માત બનવા પામ્યો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર સાથે અથડાતા કારનો ખુડદો બોલાઈ ગયો હતો. અને ટ્રેલર રોડ પર પલટી ખાતા અંદર રહેલ સામાન રોડ પર વિખેરાઈ ગયો હતો. ભયાનક અકસ્માતને લઈને સ્થાનિકોના ટોળેટોળા ઉમટ્યા હતા. લોકોએ પોલીસ અને 108ને તાત્કાલિક જાણ કરી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: આવતીકાલથી શાળાઓનો પ્રારંભ, રાજ્યભરમાં RTO વિભાગની ડ્રાઇવ
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પરથી ફિલિપાઇન્સની મહિલા પાસેથી 14 કરોડનું હેરોઇન પકડાયું
આ પણ વાંચો:ગોધરા ખાતે જિલ્લાના 102 ક્લસ્ટરના ફાર્મર માસ્ટર ટ્રેનરની તાલીમ યોજાઈ
