ગુજરાત વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કા મતદાનને હાલ ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચુંટણીના પરિણામ પહેલા સામે આવતા ઓપિનિયન પોલની પણ મોસમ જામી છે. ગુજરાત ચુંટણીને લઇ વધુ એક સર્વે બહાર આવ્યો છે. લોકનીતિ અને CSDS દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને ૯૧ થી ૯૯ જયારે કોંગ્રેસને ૭૮ થી ૮૬ બેઠક મળી શકે છે.
મહત્વનું છે કે, આ પહેલા ઓગષ્ટ મહિનામાં એક એજન્સી દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ભારતીય જનતા પાર્ટીને ૧૫૦ સીટથી વધુ બેઠક મળી રહી હતી જયારે લોકનીતિ અને CSDS દ્વારા કરાયેલા આ સર્વેમાં પહેલાના અંદાજ કરતા ૪૦ થી વધુ સીટ પર લીડ કરી હતી.
