AHMEDABAD NEWS/ અમદાવાદના કે.બી. ઝવેરી ગ્રુપ પર આઇટીના દરોડા, 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયાની શંકા

અમદાવાદના કે.બી. ઝવેરી ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા છે. શો રૂમ સહિત 14 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ભાડજમાં સુપરસિટી ટાઉનશિપ પ્રોજેક્ટમાં તપાસ ચાલુ છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News
Beginners guide to 2024 06 15T111251.385 અમદાવાદના કે.બી. ઝવેરી ગ્રુપ પર આઇટીના દરોડા, 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયાની શંકા

Ahmedabad News: અમદાવાદના કે.બી. ઝવેરી ગ્રુપ પર આઇટીએ દરોડા પાડ્યા છે. શો રૂમ સહિત 14 સ્થળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ભાડજમાં સુપરસિટી ટાઉનશિપ પ્રોજેક્ટમાં તપાસ ચાલુ છે. એસ્ટેટ બિઝનેસમાં બ્લેક મની ડાઇવર્ટ કર્યાની શંકા છે. 500 કરોડથી વધુના હિસાબો ઝડપાયાની આશંકા છે.

ઉલ્લેખનીય છે કે હજી પાંચથી છ મહિના પહેલા જ અમદાવાદમાં આઇટીએ જાણીતા બિલ્ડર જૂથો અને કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલાઓને ત્યાં દરોડો પાડ્યો હતો. શહેરમાં એક સાથે બે ડઝન સ્થળોએ ઈન્કમટેક્સના 150થી પણ વધુ અધિકારીઓની ટીમો ત્રાટકતા અન્ય બિલ્ડરો, જ્વેલર્સ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં ફફડાટ ફેલાયો હતો.

શહેરના બેથી ત્રણ બિલ્ડર ગ્રુપ ઉપર આવકવેરા વિભાગના દરોડા પડ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાયન્સ સિટી રોડ સહિત અનેક એરિયામાં પ્રોજેક્ટ કરનાર ત્રિકમભાઈ પટેલ, અનિલભાઈ પટેલના નિવાસ સ્થાન, ઓફિસ સહિત બે ડઝન સ્થળોએ ટીમો ત્રાટકી હતી. તો અમદાવાદના જાણીતા અવિરત ગ્રુપ અને શિપરમગ્રુપ સહિત 3 ગ્રુપ પર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હતી.

અવિરત ગ્રુપના કનુભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ અને બળદેવભાઈ પટેલના નિવાસ સ્થાને અને ઓફિસ ખાતે પણ તપાસ કરાઈ હતી. બિલ્ડર ગ્રુપ સાથે સંકળાયેલા અમદાવાદના બે ટોચના બ્રોકર પણ ઈન્કમટેક્સની ઝપટમાં આવી ગયા હતા. હાઇકોર્ટ પાસે આવેલી ઓફિસ સહિત અન્ય ઓફિસો પર પણ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી

આ પણ વાંચો: ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ્સમાં સ્થાન પામ્યું

આ પણ વાંચો: અમરેલીમાં બોરવેલમાં પડેલી બાળકી જિંદગી હારી