National Testing Agency/ NTAનાં નવા ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલા, NEET-UG પરીક્ષાની તપાસ CBI કરશે

મહત્વનું છે કે આજે 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તે નેશનલ બોર્ડ ઓફ…..

Top Stories India Breaking News
Image 2024 06 23T080757.957 NTAનાં નવા ડાયરેક્ટર પ્રદીપ સિંહ ખારોલા, NEET-UG પરીક્ષાની તપાસ CBI કરશે

New Delhi News: NEET-UG પરીક્ષાના વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે NTAના ડાયરેક્ટર જનરલ સુબોધ કુમાર સિંહને પદ પરથી હટાવ્યા છે. પ્રદીપ સિંહ ખારોલાને નવા ડીજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ખરોલા કર્ણાટક કેડરના 1985 બેચના નિવૃત્ત IAS અધિકારી છે. ખારોલા ઇન્ડિયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશનના સીએમડી છે. તેમને 1 મે 2024ના રોજ સ્ટાફ સિલેકશન કમિશન (SSC)ના અધ્યક્ષનો વધારાનો હવાલો આપવામાં આવ્યો હતો. બીજી તરફ, કેન્દ્રએ NEET-UG પરીક્ષામાં કથિત ગેરરીતિઓની તપાસ CBIને સોંપી દીધી છે. શિક્ષણ મંત્રાલયે શનિવારે મોડી રાત્રે જાહેરાત કરી હતી.

મહત્વનું છે કે આજે 23 જૂને યોજાનારી NEET-PG પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. તે નેશનલ બોર્ડ ઓફ એજ્યુકેશન ઇન મેડિકલ સાયન્સ (NBEMS) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ પરીક્ષા રવિવારે 300 શહેરોમાં 1000 થી વધુ કેન્દ્રો પર યોજાવાની હતી.

NTAમાં સુધારા લાવવા 7 સભ્યોની કમિટીની જાહેરાત
અગાઉ શિક્ષણ મંત્રાલયે NTA પરીક્ષાઓમાં ગેરરીતિ અટકાવવા અને પારદર્શિતા લાવવા માટે 7 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિની જાહેરાત કરી હતી. ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી કાનપુરના ભૂતપૂર્વ ડિરેક્ટર કે. રાધાકૃષ્ણન ઉચ્ચ સ્તરીય સમિતિના પ્રમુખ હશે. આ સમિતિ 2 મહિનામાં શિક્ષણ મંત્રાલયને રિપોર્ટ સોંપશે. શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને 20 જૂને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ સમિતિ NTAના માળખા, કાર્યપ્રણાલી, પરીક્ષા પ્રક્રિયા, પારદર્શિતા, ટ્રાન્સફર અને ડેટા, સુરક્ષા પ્રોટોકોલમાં વધુ સુધારો કરવા શિક્ષણ મંત્રાલયને સૂચનો આપશે.

7 વર્ષ પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરવામાં આવી હતી
2017માં નાણા મંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં NTAની રચનાની જાહેરાત કરી હતી. તેનું કામ ગુણવત્તાયુક્ત પરીક્ષણ સેવા પૂરી પાડવાનું છે એટલે કે દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને શિષ્યવૃત્તિ માટેની પરીક્ષાઓ યોજવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: NEET UG Exam: ગ્રેસમાર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ આજે આપશે પરીક્ષા

આ પણ વાંચો: પરીક્ષાઓમાં ગેરરીતિ રોકવા દેશમાં પેપર લીક વિરોધી કાયદો લાગૂ

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખરાબ સમાચાર! NTAની આ મોટી પરીક્ષા પણ સ્થગિત