ગુજરાત : રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. અનેક સ્થાનો પર હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળ્યો. ચોમાસું આગળ વધી રહ્યું છે. આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી. ભારે વરસાદને પગલે NDRFની ટીમો એલર્ટ કરાઈ છે. થોડા જ વરસાદમાં અનેક સ્થાનો પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. અમદાવાદમાં ગત રાતે પડેલ થોડા વરસાદમાં જ શહેરમાં ભૂવા પડવા લાગ્યા. જ્યારે ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે NDRFની વધુ 7 ટીમો તૈનાત કરાઈ.
રાજ્યમાં છેલ્લા બે દિવસમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે દરિયાકિનારા અને દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને ગીર સોમનાથ, દ્વારકા, નર્મદા અને ભાવનગરમાં ભારે વરસાદનું જોર રહેવાની હવામાન વિભાગે શકયતા વ્યક્ત કરી. આ સ્થાનો પર NDRFની ટીમોને સ્ટેન્ડ ટુ રાખવાનો આદેશ અપાયો છે. દરિયામાં થતી હલચલના કારણે ઉંચા મોજાં ઉછળી રહ્યા છે. માછીમારોને પણ સાવધ રહેવા સૂચના આપતા NDRFની ટીમે દરિયાકાંઠાના વિસ્તારો અને નીચાણવાળાભાગોની મુલાકાત લીધી હતી. વલસાડમાં તીથલ દરિયાકિનારે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જાય તો આ વિસ્તારના સ્થાનિકોનો કેવી રીતે બચાવ કરવો તેને લઈને પણ નજર રાખવામાં આવી. ઉપરાંત NDRFની ટીમે સ્થાનિકોને પણ ભારે વરસાદથી પોતાનો સામાન બચાવવા અને કેવી રીતે નુકસાનથી બચી શકાય તેને લઈને અગમચેતીના ભાગરૂપે માહિતી આપી.
આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર
આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ
