જામનગર/ ઘેટા બકરા ચરાવવા ગયેલ યુવક પર વીજળી પડતા મોત

જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં વીજળી પડવાથી એક ભરવાડ યુવાનનું મૃત્યુ જ્યારે 40 ઘેટા બકરાના પણ મોત

Top Stories Gujarat Others

@સાગર સંઘાણી

જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ખોયો છે, જેની સાથે 40 ઘેટા બકરાના પણ મોત થયા છે.

જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો 25 વર્ષનો ભરવાડ યુવાન, કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટા બકરા ચરાવવા માટે ગયો હતો.

જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વિજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન ભડથું થઈ જવાના કારણે બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત તેની સાથે રહેલા ચાલિસ જેટલાં ઘેટા બકરા કે જેના પણ વીજળીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.

જામજોધપુર ના મામલતદાર ની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કુમાર કાનાણીએ GCAS ના પોર્ટલની કામગીરી સામે લેટર લખી નારાજગી દર્શાવી

આ પણ વાંચો: ‘જો પોલીસ ગુનાહિત કેસમાંથી મુક્ત નથી, તો વકીલો…’; ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતમાં થઈ ચોમાસાની શરૂવાત અહી પડ્યો ધોધમાર વરસાદ LIVE

આ પણ વાંચો: સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશોત્સવ કન્યા-કેળવણી મહોત્સવનો પ્રારંભ