લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના સારા પરિણામો મળ્યા બાદ રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા છે. વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધી આજે NEET પેપર લીક મુદ્દે સંસદમાં સત્તાધીશોને ઘેરવાની પૂર્ણ તૈયારીમાં છે. આજે તેઓ આ મુદ્દે દિલ્હીમાં સવારે પ્રેસ કોન્ફરન્સ કરશે.
કોંગ્રેસ અને ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ (ભારત) ના અન્ય પક્ષોએ આજે સંસદના બંને ગૃહોમાં તબીબી પ્રવેશ પરીક્ષા NEET-UG સંબંધિત કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવવાનું નક્કી કર્યું છે. વિપક્ષના સાંસદો રાજ્યસભા અને લોકસભામાં 267 હેઠળ સ્થગિત નોટિસ આપીને NEET મુદ્દા પર ચર્ચા કરશે અને સરકાર પાસેથી જવાબ માંગશે.
લોકસભામાં કાર્યકાળના પ્રથમ દિવસે મોટો હંગામો જોવા મળશે. 10 વર્ષ બાદ લોકસભાને વિપક્ષ મળ્યો છે. અને વિપક્ષ પોતાની જવાબદારી પૂર્ણ કરતા દેશમાં જોવા મળેલ સમસ્યાઓ પર પોતાનો અવાજ ઉઠાવશે અને સત્તાપક્ષ પાસે જવાબો માંગશે. જ્યારે NDA સંસદમાં પ્રથમ દિવસે કેવા પ્રકારની રણનીતિ અપનાવી તેને લઈને ભાજપના પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે આજે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરવામાં આવી શકે છે. પીએમ મોદી 2 જુલાઈએ આભાર પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે.
જણાવી દઈએ કે NEET પેપર લીક મામલે ઉહાપોહ મચ્યા બાદ CBIએ મોટી કાર્યવાહી કરી. પેપર લીક કૌભાંડમાં સીબીઆઈએ તપાસ તેજ કરતા બિહારથી શરૂ કરાયેલ તપાસનો રેલો ગુજરાત સુધી પંહોચ્યો છે. સીબીઆઈએ આરોપી મનીષ પ્રકાશને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને પછી તેની ધરપકડ કરી હતી. સીબીઆઈએ પેપર લીક મામલે બે આરોપી ચિન્ટુ અને મુકેશને રિમાન્ડ પર રાખ્યા છે. CBIની બે ટીમો નાલંદા અને સમસ્તીપુરમાં છે. એક ટીમ હજારીબાગ પહોંચી છે. સીબીઆઈ ઓએસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સહિત કુલ 8 લોકોની પૂછપરછ કરી રહી છે. મનીષની સાથે સીબીઆઈએ તેના મિત્ર આશુતોષની પણ ધરપકડ કરી છે. NEET પેપર લીક કેસમાં આશુતોષની આ બીજી ધરપકડ છે. NEET પેપર લીક કૌભાંડનો લઈને કોંગ્રેસ અને INDIA ગઠબંધન વધુ આક્રમક બની તપાસની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો:CBI દ્વારા કેજરીવાલની ધરપકડ, બેવડા કેસમાંથી બચવું મુશ્કેલ…
આ પણ વાંચો:ભારતના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ, સ્પીકર પદ માટે થશે ચૂંટણી, ઓમ બિરલા Vs. કે. સુરેશ
આ પણ વાંચો:રાહુલ ગાંધીએ હાથમાં બંધારણની કોપી હાથમાં લઈ શપથ લીધા, ખુરશીની પાછળ ઉભેલા માર્શલ સાથે મિલાવ્યો હાથ
