Gujarat News/ આજથી બે દિવસ સાળંગપુરમાં યોજાશે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક

ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક આજથી શરૂ થઈ છે. ભાજપની બે દિવસીય કારોબારી બેઠક સાળંગપુરમાં યોજાશે અને સંભવત આ બેઠકમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષને લઈને મહત્વની જાહેરાત થઈ શકે.

Top Stories Gujarat Others

Salangpur News: ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક આજથી શરૂ થઈ છે. ભાજપની બે દિવસીય કારોબારી બેઠક સાળંગપુરમાં યોજાશે અને સંભવત આ બેઠકમાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષને લઈને મહત્વની જાહેરાત થઈ શકે. આ કારોબારી બેઠકમાં સી.આર.પાટીલ સહીત કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે. સાળંગપુરમાં આજે 4 જુલાઈના રોજ બપોરે 3 વાગ્યાથી બેઠક શરૂ થશે. બેઠકમાં સામેલ મોટાભાગના નેતાઓ મંદિરમાં જ રાત્રિ રોકાણ કરશે.

સાળંગપુરમાં યોજાઈ રહેલ બે દિવસીય કારોબારી બેઠકમાં સંગઠન પર્વની ઉજવણીના મુદ્દા ઉપરાંત નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની સંભાવના છે. આ સિવાય બેઠકમાં આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજરી આપશે. ગુજરાતના સાળંગપુરમાં યોજનારા ભાજ પ્રદેશ કારોબારીની બેઠકમાં ભાજપના તમામ સાંસદો-ધારાસભ્યો-પ્રધાનો ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતો, નગર પાલિકા, મહાનગરપાલિકાઓના પ્રમુખ- વિપક્ષી નેતાઓ, પદાધિકારીઓ, ભાજપના વિવિધ સેલ-મોરચાના પ્રમુખો, પ્રદેશ ડેલીગેટસ સહીતના આશરે બે હજાર જેટલા આગેવાનો હાજરી આપશે.

મહત્વનું છે કે ભાજપમાં નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો. આ નિયમ મુજબ સી.આર.પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ થતા હવે રાજ્યમાં પ્રદેશ પ્રમુખનું સ્થાન ખાલી થયું છે. પ્રદેશ પ્રમુખને લઈને પૂર્ણેશ મોદી, ગોરધન ઝડફિયા અને જયેશ રાદડિયા જેવા નામોની ચર્ચા થઈ રહી છે. જો કે આગામી સમયમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે તે જાણી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાત સરકારનો આદેશ, તમામ સરકારી કર્મીઓએ સંપત્તિ જાહેર કરવી પડશે

આ પણ વાંચો: Gujarat Rain Live 4 July: માંગરોળ ઘેડ પંથકની મુલાકાતે મંતવ્ય ન્યુઝ

આ પણ વાંચો: અમરેલીમાં ભાજપ નેતા વિપુલ દુધાતે દારૂ ઝડપ્યો