Not Set/ IPS રાકેશ અસ્થાનાની CBIના સ્પેશિયલ ડાયરેકટર તરીકે કરાઈ નિમણૂંક

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આઠ આઈપીએસ ઓફિસરોને પ્રમોશનની મંજુરી આપી દેવામાં આવી હતી. જેમાં ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાનો પણ સમાવેશ થાય છે. હાલમાં રાકેશ અસ્થાના સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમને હવે સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી […]

Gujarat

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક કરી દેવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા આઠ આઈપીએસ ઓફિસરોને પ્રમોશનની મંજુરી આપી દેવામાં આવી હતી. જેમાં ગુજરાત કેડરના આઈપીએસ રાકેશ અસ્થાનાનો પણ સમાવેશ થાય છે. હાલમાં રાકેશ અસ્થાના સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, જેમને હવે સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંક આપવામાં આવી છે. અગાઉ રાકેશ અસ્થાના સીબીઆઈમાં પણ અનેક હોદ્દાઓ પર ફરજ બજાવી ચુક્યા છે. સુરત પોલીસ કમિશનર તરીકે પણ રાકેશ અસ્થાના ફરજ બજાવી ચુક્યા છે. રાકેશ અસ્થાના ૧૯૮૪ની બેંચના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે. વર્ષ ૧૯૯૨થી લઈને વર્ષ ૨૦૦૨ સુધી અસ્થાના સીબીઆઈમાં એસપીથી લઈ ડીઆઈજી પદ પર રહી ચુક્યા છે. રાકેશ અસ્થાના ઘાસચારા કૌભાંડ, ગોધરાકાંડ જેવા કેસોમાં પણ તપાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે.

અમદાવાદના  ૨૦૦૮ના બ્લાસ્ટ કેસમાં પણ રાકેશ અસ્થાનાને તપાસ સોંપવામાં આવી હતી. આ ઉપરાંત નારાયણસાંઈ અને આસારામ વિરુદ્ધ પણ રાકેશ અસ્થાના તપાસ કરી ચુક્યા છે. મહત્વનુ છે કે, નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારબાદ રાકેશ અસ્થાનાને દિલ્હીમાં પ્રમોશન આપવામાં આવ્યુ હતું. ત્યારબાદ તેઓ વિવિધ પદો પર પોતાની ફરજ બજાવી ચુક્યા છે.