Surat News: સુરતમાં સગીરાને ભગાડીને દુષ્કર્મ આચરવાનો ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. સુરતની કોલેજની હોસ્પિટલમાંથી સગીરાને ભગાડવામાં આવી છે. સરથાણાના સ્કૂલ બસ ડ્રાઇવરે આ દુષ્કર્મ આચર્યું છે.
પોલીસે સ્કૂલ બસ ડ્રાઇવરની ધરપકડ કરી છે. આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની તેને હોસ્ટેલમાંથી રજા લેવડાવી હતી. 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી દેવામાં આવી હતી. આરોપીએ સગીરાના પિતાને પણ ધમકી આપી હતી. તેણે ધમકી આપતા જણાવ્યું હતું કે છોકરી નહીં આપો તો કુટુંબને ખતમ કરી નાખીશ. સગીરાના પિતાએ આ મુદ્દે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવક સામે બળાત્કાર અને પોક્સોનો ગુનો દાખલ થયો છે.
17 વર્ષની સગીરા સુરતના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી હતી. સુરત શહેરના પોશ વિસ્તારની કોલેજની હોસ્ટેલમાં રહીને વિદ્યાર્થીની અભ્યાસ કરતી હતી. 17 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપીને સરથાણાનો પરીણિત યુવક ભગાડી ગયો. યુવકે સરથાણા ખાતે પોતાના ઘરે લઈ જઈને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
સગીરાને આરોપીના ચુંગાલમાંથી છોડાવી તેના પિતા તેના ઘરે લઈ ગયા હતા. તેના લીધે આરોપીએ સગીરાના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે છોકરી પાછળ બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ છોકરી આપો નહીં તો હું તમને અને તમારા કુટુંબને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આના પગલે સગીરાના પિતાએ સરથાણા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દૂધાત સામે બળાત્કાર અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે 24 વર્ષીય રોશન મુકેશ દૂધાત સામે રેપ અને પોક્સો એક્ટની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
