Protein Supplement News: પ્રોટીન સપ્લીમેન્ટનો ઉપયોગ આજકાલ યુવાનો Acotr જેવી Body બનાવવા માટે કરવા લાગ્યા છે. પરંતુ કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન શરીર માટે નુકસાનકારક છે. ખાસ કરીને સેવન કરાતા વધુ પડતા પ્રોટીન સપ્લીમેન્ટ શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આથી આહારશાસ્ત્રીઓએ વધુ પડતા પ્રોટીન સપ્લીમેન્ટ પર નિયંત્રણ લાવવા અપીલ કરી છે. આથી હવે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માન્ય ઓથોરિટી (FSSAI) લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા આવા અનેક સપ્લીમેન્ટ પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યા છે.

આહારશાસ્ત્રીઓએ વધુ પડતા પ્રોટીન સપ્લીમેન્ટને લઈને ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે હંમેશા ભરપૂર માત્રામાં મળતા પ્રોટીન હંમેશા સ્વાસ્થ્યવર્ધક હોતા નથી. તેમજ વધુ પડતા પ્રોટીનયુક્ત વસ્તુનું સેવન વારંવાર પેટમાં દુઃખાવો અને ગેસ જેવી ફરિયાદોનો સામનો કરવો પડે છે. વધુમાં તેમણે એ પણ ચિંતા વ્યક્ત કરી કે આજના યુવાનો આર્કષક દેખાવા અને ફિલ્મી હિરો જેવી બોડી બનાવવાના ચકકરમાં જાહેરાતોથી ભ્રમિત થઈ પ્રોટીનનો વધુ પડતો ઉપયોગ કરવા લાગ્યા છે. જે કેટલીક વખત તેમના લીવર અને કીડની માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે બજારમાં ઉચ્ચપ્રોટીન ના નામે વેચાતા સપ્લીમેન્ટ ખરાબ ગુણવત્તા ધરાવતા હોય છે.
યુવાનોમાં વધી રહેલ વધુ પડતા પ્રોટીનયુક્ત સપ્લીમેન્ટ પર નિયંત્રણ લાવવા આરોગ્ય વિભાગે આકરા પગલા લીધા છે. જે અંતર્ગત FSIઆ મામલે એક નવો કાયદો બનાવશે. આ નવા કાયદા મુજબ કોઈપણ પ્રોટીન સપ્લીમેન્ટને માર્કેટ રજૂ કરતા પહેલા ફરજીયાત રીતે તપાસ કરાશે .અને આ પ્રોડકટ પર તેમાં હાજર તમામ પોષક તત્વોનું ચોકકસ લેબલીંગ કરાશે. અર્થાત પ્રોડકટ બનાવનાર કંપનીઓએ પ્રોટીન સામગ્રી, અવયવો, એલર્જી અને ભલામણ કરેલ ડોઝના બારામાં સ્પષ્ટ અને ચોકકસ જાણકારી આપવી પડશે.
આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ
આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…
આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…
