Ahmedabad News/ પૌત્રને ડામ આપવામાં આવતા દાદાની પુત્ર અને પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ

અમદાવાદમાં બોડકદેવમાં છ વર્ષીય બાળકને ડામ આપવામાં આવ્યો હતો. પુત્રવધુએ અને સાસુએ તેને ડામ આપ્યો હતો. દાદાએ પૌત્રને લઈને પુત્ર, પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. પૌત્રને ડામ આપવામાં વતા દાદા બગડ્યા હતા. તેમણે જ્યારે આ જોયું ત્યારે ફરિયાદ નોંધાવી હતી.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં શાહીબાગમાં છ વર્ષીય બાળક સાથે કાળજુ કંપી જાય તેવી દુર્વ્યવહારની ઘટના બની છે. છ વર્ષીય બાળકને સાવકી માતા અને સાવકી દાદી દ્વારા ડામ આપતા હોવાની પોલીસ ફરિયાદ તેના દાદાએ કરી છે.

શાહીબાગમાં રહેતા દાદાએ મોટા દીકરા, તેની પત્ની અને સાસુસસરા સામે ફરિયાદ નોંધાવી છે.  તેમણે દીકરા, તેની બીજી પત્ની અને તેની સાવકી દાદી સહિતના લોકો પર ગંભીર આરોપ પણ મૂક્યા છે. તેમણે કહ્યું હતું કે તેમના પૌત્રને ડામ આપવામાં આવતો હતો, ફ્લશ ચાલુ કરીને તેનું મોઢું તેમા નાખી દેવામાં આવતું હતું. તેમણે જણાવ્યું હતું કે તેમના પૌત્રને મારી નાખવા સુદ્ધાની ધમકીઓ અપાઈ હતી. આ ઉપરાંત તેમણે શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ ચંપાવત સામે પણ ફરિયાદ નોંધી કેસ બગાડ્યાનો આરોપ મૂક્યો છે. તેમણે તેમના પૌત્રને ન્યાય મળેઅને ભવિષ્યમાં કોઈ બાળક સાથે આવો વ્યવહાર ન થાય તે હેતુથી આ માંગ કરી છે.

તેમણે સમગ્ર ઘટના અંગે જણાવ્યું હતું કે મારા મોટા દીકરાએ પહેલી પહેલીને છૂટાછેડા આપી બીજી સાથે લગ્ન કર્યા હતા અને તે બીજી પત્નીને ત્યાં ઘરજમાઈ તરીકે રહેવા ગયો હતો. આ આખો મામલો તે થોડા દિવસ પહેલા તેની પહેલી પત્નીના દીકરાને મૂકી ગયો ત્યારે સામે આવ્યો હતો.

દાદાએ કહ્યું કે, 17મી જાન્યુઆરીએ સાંજના સમયે તેમનું કામ પતાવીને ઘરે આવ્યા ત્યારે તેમનો પૌત્ર, પુત્રવધુ અને તેની માતા ફ્લેટની નીચે ઊભા હતા. બાદમાં પૌત્રને બે સ્કૂલ બેગ અને કપડાં ભરેલી બેગ આપીને, જા તારા દાદા પાસે જા તેમ કહીને માતા પુત્રી ત્યાંથી જતાં રહ્યાં હતાં. જોકે રાત્રે જ્યારે ફરિયાદીનો પૌત્ર સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક રાત્રે બે ત્રણ વખત ચીસો પાડીને જાગી ગયો હતો. પરંતુ જગ્યા બદલાઈ હોવાથી તે આવું કરી રહ્યો હોવાનું માનીને ફરિયાદી તેને પાછો સુવાડી દેતા હતા. પરંતુ સવારે જ્યારે તેઓ તેને ન્હાવા માટે લઈ ગયા ત્યારે તેને બેસવાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા. નાનીએ રોટલી બનાવવાના ચીપિયાને ગરમ કરીને તેને ડામ આપ્યા હતા. માતા અને નાની કોઈ પણ બહાને તેને માર મારતા હતા. જ્યારે તેના નાનાએ જો તે અભ્યાસ ના કરે તો ફલશમાં માથું નાંખ્યું હતું.

પુત્રવધુએ અને સાસુએ તેને ડામ આપ્યો હતો. દાદાએ પૌત્રને લઈને પુત્ર, પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવી છે. પૌત્રને ડામ આપવામાં વતા દાદા બગડ્યા હતા. તેમણે જ્યારે આ જોયું ત્યારે ફરિયાદ નોંધાવી હતી. બોડકદેવ પોલીસે ત્રણ મહિનામાં બે વખત બાળકનું કાઉન્સેલિંગ કર્યુ. બાળકને ઊંધો લટકાવીને માર મારવામાં આવતો હતો. તેને અવારનવાર માર મારવામાં વતો હતો. આમ બાળક પોતે સાવકી માતાના દુર્વ્યવહારનો શિકાર હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત

આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય

આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા