Patan News: પાટણમાં હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી. અકસ્માતમાં અત્યાર સુધી પ્રાપ્ત સમાચાર મુજબ કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. હાઈવે પર થયેલા આ અકસ્માતના CCTV ફૂટેજ આવ્યા સામે છે. જેમાં દેખાય છે કે કોની બેદરકારીના કારણે આખરે આ ઘટના બનવા પામી.
ઘટનાની વિગત મુજબ પાટણના હારીજ ચાણસ્મા હાઈવે પર અકસ્માતની ઘટના બનવા પામી. હાઈવે પર થયેલ આ અકસ્માતના સામે આવેલા CCTV ફૂટેજમાં દેખાય છે કે ટ્રક અને કાર વચ્ચે ફિલ્મી ઢબે અકસ્માત સર્જાયો છે. CCTV ફૂટેજના વીડિયોમાં દેખાય છે કે હાઈવે પર કાર પસાર થતી હોય છે ત્યારે પાછળી પૂરપાટ વેગે ટ્રક આવી રહી છે. ટ્રકની સ્પીડ જરૂર કરતાં વધુ દેખાય છે કારણ કે જયારે ટ્રક ચાલક હાઈવે પર ટર્ન લેતી વખતે ટ્રકની સ્પીડ ઓછી નથી કરતો અને આ જ કારણે બાજુ જતી કારને ટ્રક અથડાય છે. ટ્રક ચાલકની બેદરકારીના કારણે આ અકસ્માતની ઘટના બનવા પામી. કાર પર કન્ટેનર પડતા કારને ભારે નુકશાન થયું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા કે જાનહાનિો બનાવ બન્યો નથી. ટ્રક અને કાર અથડાવા દરમ્યાન કન્ટેનર નીચે ગબડી પડ્યું અને સૌથી વધુ નુકસાન કારને થયું છે. CCTV ફૂટેજના આધારે પોલીસ આ અકસ્માતની નોંધ લઈ વધુ તપાસ કરશે.
આ પણ વાંચો: પેરોલ પર છુટેલા કેદીનું ફતેગંજ બ્રિજ પર અકસ્માતમાં થયું મોત
આ પણ વાંચો: ગુજરાત સરકારનો લર્નિંગ લાઇન્સને લઈ મોટો નિર્ણય
આ પણ વાંચો: ગુજરાતના યાત્રાધામો ગુજરાતી પ્રવાસીઓથી ઉભરાયા
