Valsad News: વલસાડમાં કુકર ફાટવાની ઘટના બનવા પામી. શહેરના ધરમપુર વિસ્તારમાં આવેલા એક છાત્રાલયમાં કુકર ફાટતા એક મહિલા દાઝી હોવાનું સામે આવ્યું. મહિલાને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.
ધરમપુર વિસ્તારમાં આવેલ સીદુંમ્બર ગામમાં એક છાત્રાલય છે. આ છાત્રાલયમાં એક મહિલા રસોઈ બનાવતી હતી ત્યારે અચાનક કુકર બ્લાસ્ટ થવાની ઘટના બનવા પામી. કુકર એટલી ભયાનક રીતે ફાટી ગયું હતું કે છાત્રાલયના પતરા ઉડી ગયા હતા. કુકર ફાટતા જ મહિલા ગંભીરરૂપે દાઝી ગઈ. જો કે મહિલા સિવાય અન્ય કોઈને આ બનાવમાં કોઈ ઇજા થઈ હોવાનું સામે આવ્યું નથી. ગંભીરરીતે દાઝી ગયેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે.
આ પણ વાંચો: રાદડિયાનો વળતો પ્રહારઃ ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ પરથી વોટ ન આપવા અપીલ થઈ હતી
આ પણ વાંચો: શહેરમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉચકયું, દર્દીઓની સંખ્યા વધી, કોલેરાનાં 3 કેસ
આ પણ વાંચો: રાજકોટ ગેમિંગ ઝોન અગ્નિકાંડના પીડિતોને સીએમ ભુપેન્દ્ર પટેલ મળ્યાં
