Junagadh News : જૂનાગઠમા ભેંસાણમાં પ્રેમ પ્રકરણને લઈને જોરદાર મારામારી થઈ હતી. જેમાં એક વૃધ્ધની હત્યા થઈ હતી. આ બનાવની વિગત મુજબ યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણને લઈને બન્નેના પરિવારો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં બન્ને પક્ષોએ સામસામે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાને કારણે 70 વર્ષીય વૃધ્ધને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં ગંભીર ઈજાને કારણે તેમનું મોત નીપજ્યુ હતું. તપાસમાં મૃતકનું નામ મૂળજીભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું. આમ મારામારીની ઘટના હત્યામાં પલટાઈ ગઈ હતી. આ બનાવમાં બન્ને પક્ષો દ્વ્રારા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ભેંસાણ પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:નિવૃત્ત ન્યાયાધીશ અંબાલાલ પટેલ ડાયરેક્ટર ઓફ પ્રોસીક્યુશન બન્યા
આ પણ વાંચો:સુરતમાં શ્વાનનો આતંક સામે આવ્યો, બાળકી પર હુમલો, જુઓ વિડીયો
આ પણ વાંચો:પાલનપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત્, વિદ્યાર્થીને ફંગોળ્યો
