Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Ahmedabad/ છેતરપિંડીના નાણાં ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી વિદેશ મોકલનારા 13 આરોપી ઝડપાયા

કમિશનની લાલચ આપીને અનેક લોકો પાસે બેન્ક ખાતા ખોલાવડાવ્યા હતા

July 12, 2024July 12, 2024Nikunj Patel
Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દુકાન ભાડેથી રાખીને લોકોને ઉંચુ કમિશન આપવાની લાલચ આપીને છેતરપિંડી કરનારા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓઓ લોકોને કમિશનની લાલચ આપી તેમના બેન્ક એકાઉન્ટ મેળવીને  છેતરપિંડીથી મેળવેલા નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવી દેશની બહાર મોકલી દેતા હોવાની ચોંકાવનારી માહિતી તપાસમાં બહાર આવી છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓએ કૃષ્ણનગરમાં વિજય પાર્ક ચાર રસ્તા પાસે  મારૂતી પ્લાઝામાં ગ્રાઉન્ડ ફ્લોર પર તથા બીજે માળે દુકાનો ભાડે રાખી હતી.ત્યારબાદ આરોપીઓ તેમના મળતીયા માણસો સાથે મળીને લોકોને કમિશન આપવાની લાલચ બતાવીને તેમની પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવડાવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ આ બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી લેતા હતા. આ વિગતો તેઓ સાયબર ક્રાઈમ આચરતા લોકોને મોકલી આપતા હતા. આ શખ્સો છેતરપિંડીથી મેળવેલા નાણાં જમા કરવાતા હતા.

બાદમાં બેન્ક એકાઉન્ટ હોલ્ડર સાથે જઈને આ નામાં મેળવી લેતા હતા. આ નાણાં તેઓ ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરાવીને દેશની બહાર મોકલી દેતા હતા. આ પ્રકારે મસમોટુ કૌભાંડ આચરતા 13 શખ્સોની સાયબર ક્રાઈમ પોલીસે ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવશે, એમ પોલીસે જણાવ્યું હતું. તે સિવાય આ પ્રકારે આરોપીઓએ આ પ્રકારે મોટી રકમની છેતરપિંડી કરી હોવાની માહિતી પણ બહાર આવશે.

તપાસમાં આરોપીઓ બેન્ક એકાઉન્ટના બદલામાં ખાતા ધારકોને કમિશન આપતા હતા. બદલામાં તેમની પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ, સીમકાર્ડ વગેરેની કીટ મેળવી લેતા હતા. બાદમાં કેતન પટેલ નામનો આરોપી આ માહિતી ચાઈનીઝ વ્યક્તિઓના વોટ્સએપ તથા ટેલીગ્રામ પર  મોકલી આપતો હતો. આ ચાઈનીઝ શખ્સો બેન્ક એકાઉન્ટમાં નાણા જમા કરાવી દેતા હતા. જેની માહિતી ભારતના આરોપીઓને મોકલતા હતા. બાદમાં અહીંના આરોપીઓ દિલીપ જાગાણી અને દિપક રાદડીયા એકાઉન્ટ હોલ્ડરની સાથે બેન્કમાં જઈને જમા થયેલા નાણાં સેલ્ફ ચેકથી કાઢી લેતા હતા. બાદમાં આ રકમ આંગડીયાથી અન્ય આરોપી દર્શિલ શાહને મોકલી દેતા હતા. બાદમાં તેની પાસેની કેશ રકમને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને આ ક્રિપ્ટો કરન્સી ચાઈના ખાતે તેમના મળતીયાઓને મોકલી આપતા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓમાં મૂળ બનાસકાંઠાના અને બાપુનગરમાં રહેતા ફૈઝાન એ.શેખ, કૃષ્ણનગરના અમિત ડી પટેલ, બાપુનગરના રાજુ પી. સાંખટ, નિકોલના દર્શન જે.સેજલીયા, મૂળ ભાવનગરના અને વટવામાં રહેતા રાજેશ એસ.જાસોલીયા, મહેસાણાના અને કૃષ્ણનગરમાં રહેતા વિકી એસ.પટેલ, રાજકોટના દિલીપ એસ.જાગાણી, બાવનગરના કિશોર.એન.પટેલનરોડાના અલ્કેશ વી.પટેલ. સૈજપુર બોઘાના દિપક બાઈલાલભાઈ રાદડીયા, સેટેલાઈટના દર્શિલ શાહ અને મૂળ મહેસાણાના પરંતુ ગાંધીનગરમાં રહેતા કેતન એ.પટેલનો સમાવેશ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો

 

 

Post navigation

છોટાઉદેપુરના નસવાડીમાં ડ્રાઇવરને માર માર્યા બાદ કરાયું અપહરણ, પોલીસે 4 સામે નોંધ્યો ગુનો
કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત ‘બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર કટિબદ્ધ’

More Posts

#gujarat/ ભાજપ દ્વારા પાંચમી યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ

March 24, 2024March 24, 2024jani

Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની 89 બેઠક પર આ ઉમેદવારો વચ્ચે થશે સીધો મુકાબલો,જાણો

November 15, 2022November 15, 2022mustak malik

Not Set/ સુરતમાં માસ્ક નહી પહેરનારા લોકો પાસેથી મનપાએ ઉઘરાવ્યો અધધ દંડ

March 28, 2021March 28, 2021hardik shah

Ahmedabad News/ ગુજરાતમાં 188 પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા મળી, અમિત શાહે CAA માટે સરકારના સંકલ્પને પુનરોચ્ચાર કર્યો

August 18, 2024Maya Sindhav
દક્ષિણી

Not Set/ દક્ષિણી ચીન સમુદ્ર મામલે અમેરિકા અને ચીન ટ્વિટર પર આમને સામને

September 8, 2021mustak malik
સિટી ઈન્વેસ્ટમેન્ટ્સ ટુ ઈનોવેટ, ઇન્ટીગ્રેટ અને સસ્ટેઈન કાર્યક્રમમાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાં છે

Gandhinagar News/ સ્માર્ટ સિટીઝ કાર્યક્રમમાં ગુજરાત અગ્રેસર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

December 17, 2025Nikunj Patel

Bihar Result/ જાણો ચૂંટણી લડી રહેલા નેતાઓના પુત્રો-પુત્રીઓનાં શું છે હાલ, કોની જીત -કોની હાર

November 10, 2020November 10, 2020Bhavesh Vyas
'પોસ્ટર રાજનીતિ'

ભારત જોડો યાત્રા/ રાહુલ ગાંધીની રાજસ્થાનમાં એન્ટ્રી પહેલા ‘પોસ્ટર રાજનીતિ’, પોસ્ટરમાં પાયલટ, ગેહલોત બહાર

December 2, 2022December 2, 2022Maya Sindhav

president vladimir putin/ પુતિન કિમ જોંગ ઉન માટે ડ્રાઇવર બન્યા! ભેટમાં આપી આ લક્ઝરી કાર

June 20, 2024June 20, 2024Nikunj Patel

Visa/ અમેરિકાના વિઝિટર વિઝા માટે હવે આટલી રાહ જોવી પડશે,જાણો કારણ

August 19, 2022mustak malik
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy