Gandhinagar News/ કૃષિ મંત્રી રાઘવજી પટેલની જાહેરાત ‘બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર કટિબદ્ધ’

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાગાયતી ખેતીને લઈને જાહેરાત કરી. કૃષિ મંત્રીએ કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર તમામ પ્રયાસો કરશે.

Top Stories Gandhinagar Gujarat

Gandhinagar News: ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ બાગાયતી ખેતીને લઈને જાહેરાત કરી. કૃષિ મંત્રીએ કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહિત કરવા સરકાર તમામ પ્રયાસો કરશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે સતાવાર જાહેરાત કરતા કહ્યું કે બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ચાર સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્થાપવામાં આવશે.

મહત્વનું છે કે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં પરિવર્તન આવ્યું છે અને ટેકનોલોજીનો વિકાસ થયો. જેના કારણે ખેતીમાં લોકોનો રસ ઘટવા લાગ્યો. જો કે આજે પણ રાજ્યના અનેક લોકો પોતાને ખેડૂત મનાવવાને ગૌરવ માને છે. ખેતીનો વ્યવસાય કરનારા કેટલીક વખત નુકસાન વહોરી પણ પેદાશ કરે છે. ખેડૂતોનો ઉત્સાહ વધારવા હવે રાજ્ય સરકાર પર તેમને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. રાજ્ય સરકાર બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવા ચાર સેન્ટર ઓફ એક્સીલેન્સ સ્થાપશે. આ 4 સેન્ટર ગાંધીનગર, અમરેલી, દાહોદ અને બનાસકાંઠામાં બનશે. 4 સેન્ટરના નિર્માણ પાછળ અંદાજે રૂપિયા 40 કરોડનો ખર્ચ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. સેન્ટર સ્થાપવાની સાથે ખેડૂતોને બાગાયતી ખેતીની પણ તાલીમ આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું

આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ

આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો