રાજ્ય સરકારે 13 GMERS કોલેજમાં ફી વધારો કર્યો છે. અને આ ફી વધારો સામાન્ય નહીં પણ 87 ટકા સુધીનો તોતિંગ ફી વધારો કરાયો છે. જેનો વિરોધ મેડિકલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. સરકારે જે વધારો કર્યો તેની વાત કરીએ તો, સરકારી કોટામાં ફી 3.40 લાખથી વધારીને 5.5 લાખ કરાઈ છે, તો મેનેજમેન્ટ કોટામાં ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરાઈ છે, જ્યારે NRI કોટામાં 9.07 લાખથી વધારીને 17 લાખ ફી કરવામાં આવી છે. તો ફી વધારા પર જ્યારે એક કોન્કલેવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે.સરકારી કોટામાં હોશિયાર અને ગરીબ ઘરના વિદ્યાર્થીઓ આવતા હોય છે. જે ધનાઢ્ય છે તેઓ તો ખાનગી કોલેજમાં એડમિશન લઈને તોતિંગ ફી ભરી શકે છે. પરંતુ જે ગરીબ મા-બાપના સંતાનો હોય તેઓ આટલી ફી ક્યાંથી ભરી શકે? સરકારે શિક્ષણને સસ્તુ કરવું જ પડશે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે કર્યુ અનુમાન, ઓરેન્જ અને યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો: રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 4નાં મોત, 8થી વધુ ઘાયલ
આ પણ વાંચો: સામુહિક આપઘાત કેસ:બળજબરીથી 20 લાખ કઢાવવા લખાણ કરી પરિવારને મરવા મજબુર કર્યા,બે સામે ગુનો નોંધાયો
